આજરોજ ક્રિષ્ના સ્કૂલમાં નવરાત્રીના ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રીના ગરબા ના કાર્યક્રમની વિશેષતા એ હતી કે પ્રાચીન નવરાત્રી ના ગરબા તો બધા જ રમ્યા સાથો સાથ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું અને ક્રિષ્ના પરિવાર તરફથી ઇનામોની પણ વણઝાર થઈ હતી.

ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વહેંચણી કરવામાં આવી હતી એક ગ્રુપમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ તથા બીજા ગ્રુપમાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ તથા આજુબાજુના ગામોમાંથી પણ મોટી જનમેદની ઉપસ્થિત થઈ હતી. એમાં પણ બહેનો અને ભાઈઓના અલગ અલગ ગ્રુપ પાડીને બધા જ ગ્રુપમાં ત્રણ ત્રણ ઇનામો વેલ-ડ્રેસ તથા વેલ-પ્લેયર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગને દિપાવવા માટે આ લોકોની ઉપસ્થિતિ હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, દેવશીભાઈ કરમુર (પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય) , મનહરભાઈ કનારા, રાજશીભાઈ કનારા- સરપંચ શ્રી, પોલાભાઈ વારોતરીયા - ગૌશાળા સમિતિ, મોહનભાઈ કનારા તથા અરજણભાઈ વારોતરીયા ની હાજરી અમારા સૌ માટે આશીર્વાદ સમાન હતી.

આ તકે ગજાનન એકેડેમી ના ડાયરેક્ટર શ્રી કમલભાઈ પાઉં, હિતેનભાઈ પાઉં , હિરેનભાઈ પાઉં, હીનાબેન મેઘનાથી -HOD આ બધાએ પણ પોતાની હાજરી નોંધાવી હતી. ક્રિષ્ના સ્કૂલનુ ગજાનન એકેડેમી દ્વારા જ સંચાલન થાય છે.

ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી શ્રી જોગલ હસમુખભાઈ, વારોતરિયા રમેશભાઈ, કનારા દિનેશભાઈએ પણ આ કાર્યક્રમમાં પોતાનો કીમતી સમય ફાળવી અને ઉપસ્થિતિ નોંધાવી હતી. અહીં તમામ બાળકોને મોહનભાઈ કનારા તરફથી આઈસ્ક્રીમ નુ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
નવરાત્રિના આ કાર્યક્રમમાં જજ તરીકેની સેવાઓ પોરબંદરના વૃંદાવન ક્લાસીસના રામભાઈ કારાવદરા તથા સીમાબેન મકવાણા એ પૂરી નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક પોતાની ભૂમિકા નિભાવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્રિષ્ના સ્કૂલના આચાર્ય ગૌસ્વામી દર્શિતભાઈ તથા ક્રિષ્ના પરિવારના તમામ સભ્યો દ્વારા જે મહેનત કરવામાં આવી હતી તેની સુવાસ ચારે દિશાઓમાં અને સફળતાની ગુંજ હર તરફ સાંભળવા મળી હતી.