માહી ગ્રુપના સભ્યો દ્વારા દશેરા નિમિત્તે થયું 100 થી વધુ જરૂરિયાતમંદ પરિવારના લોકોને મીઠાઈનું વિતરણ
માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્ય દ્વારા થતી હોય છે ત્યારે દશેરાના પાવન પર્વ નિમિત્તે 100 થી વધુ જરૂરિયાત મંદ પરિવારના લોકોને માહી ગ્રુપના સભ્યો દ્વારા ઘરે ઘરે જઈ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું..
ઉપરોક્ત સેવાકાર્ય માહી ગ્રુપના હર હંમેશ સેવાકાર્ય માટે તત્પર સક્રિય સેવાભાવી સભ્ય ડોક્ટર સુરેખાબેન શાહ, દક્ષાબેન ભાદ્રેચા, અશોકભાઈ ભાદ્રેચા, સુરેશભાઈ અમલાણી, તેમજ માહીગ્રુપના અન્ય સભ્યો મિત્રોના સહયોગથી કરવામાં આવેલ..