ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ઈન્ડોર સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલી બેડમિન્ટન મેચ નિહાળી
ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ઈન્ડોર સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલી બેડમિન્ટન મેચ નિહાળી
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે વિજયાદશમીના દિવસે સુરત શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડીયમની મુલાકાત લઈ અહીં રમાઈ રહેલી સિંગલ્સ અને ડબલ્સ બેડમિન્ટન મેચ નિહાળી હતી. તેમણે ખલાડીઓનો જુસ્સો વધારી પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીશ્રી સાથે પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.