ગુજરાતમાં ચૂંટણીઓની ઘડીઓ ઘડાઈ રહી છે ત્યારે બીજેપીએે આજથી લઈને 10 ઓક્ટોબર સુધી એક પછી એક કેન્દ્રીય મંત્રીઓને ઉતાર્યા છે. જેઓ વિવિધ જિલ્લાઓમાં પ્રચાર કરશે. કિરણ રિજિજુથી લઈને ગિરીરાજસિંહ સુધીના નેતાઓ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત એમ વિવિધ વિસ્તારોમાં પ્રચારમાં ઉતરશે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મીનાક્ષી લેખી, વિદેશ અને સંસ્કૃતિ મંત્રાલય, બીએલ વર્મા, પૂર્વોતર ક્ષેત્રના વિકાસ તેમજ સહકાર મંત્રાલય મંત્રી જેઓ હાજર રહેશે.
આ પહેલા અન્ય 5 રાજ્યોના કાર્યકર્તાઓને પણ પ્રચારમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવરી લેતો પ્રચાર શરુ કર્યો હતો. ત્યારે હવે કાર્યકર્તાઓ બાદ દિગ્ગજ નેતાઓને ઉતારવામાં આવ્યા છે. આ નેતાઓ દ્વારા તેમને સોંપવામાં આવેલી નિશ્ચિત જગ્યા પર ભાજપનો પ્રચાર કરશે. જેમાં કેન્દ્ર અને ગુજરાતની બીજેપીની યોજનાઓને લઈને પણ તેઓ પ્રચાર કરશે. આ વખતે ત્રિ પાંખિયા આ જંગમાં બીજેપી પણ કોઈ કચાસ છોડવા નથી માંગતી.
7 ઓક્ટોબર
વિરેન્દ્ર કુમાર, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય - કાલોલ પંચમહાસ
સ્મૃતિ ઈરાની, મહિલા બાળ વિકાસ મંત્રાલય - પેટલાદ આણંદ
સાધ્વી નિરંજન જ્યોતિ, ગ્રામીણ વિકાસ મંત્રાલય - અઆમદાવાદ
અજય ભટ્ટ, સંરક્ષણ તેમજ પ્રવાસન મંત્રાલય - મોડાસા
ભૂપેન્દ્ર યાદવ, શ્રમ અને રોજગાર, પર્યાવરણ મંત્રાલય - અમરેલી
કિરણ રિજીજુ - કાયદા ન્યાય મંત્રાલય - ભાવનગર
8 ઓક્ટોબર
વિરેન્દ્ર કુમાર, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી - હાલોલ પંચમહાલ
અજય ભટ્ટ, પ્રવાસન અને સંરક્ષણ મંત્રાલય - અરવલ્લી
9 ઓક્ટોબર
પ્રતિમા ભૌતિક, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય - બનાસકાંઠા
ભાનુ પ્રતાપ વર્મા, સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગસાસ મંત્રાલય - બોટાદ
10 ઓક્ટોબર
અર્જુન મુંડા, આદિવાસી કલ્યાણ મંત્રી - દાહોદ
પ્રતિમા ભૌતિક, સા.જિ ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય - પાટણ
ગિરીરાજસિંહ, ગ્રામીણ વિકાસ મંત્રી અને પંચાયત રાજ - ગીર સોમનાથ