જૂનાગઢના પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે
સ્કેટિંગ ગરબા યોજાયા હતા. જેને જોઈને
શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. ગરબા રમતી
વખતે શરીર પરનો કાબુ ગુમાવ્યાં વગર સ્કેટિંગ
કરીને ગરબા રમવા ઘણા જ અઘરા હોય છે.
હાથની ઝલક અને પગલે પગલે બેલેન્સ આ
સ્કેટિંગ રાસમાં ખૂબ જરૂરી છે. જૂનાગઢ પોલીસ
હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સ્કેટિંગ ગરબાની
ખાસિયતો એ હતી કે, એક જ રાસમાં ઘણા
બધા ગરબાઓને આવરી લેવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારના રાસ રજૂ કર્યા
આ સ્કેટિંગ ગરબામાં ભુવા રાસ, ડાકલા, જય
હો, મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે સહિતના
વિવિધ પ્રકારના ગરબાઓને એક જ રાસમાં
અલગ-અલગ પ્રકારની થીમ પર સ્કેટિંગ ગ્રુપ
દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતા. જેને જોઈને
શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.
સાત વર્ષથી બાળકોને સ્કેટિંગ શીખવાડવામાં
આવે છે આ સ્કેટિંગ ગરબામાં માતાજીએ મહિસાસુરનો
વધ કર્યો તે દ્રશ્ય જોઈ લોકોએ માતાજીના
સ્વરૂપનો સાક્ષાતકાર કર્યો હતો. કીર્તિબેન
ધાનાણી દ્વારા છેલ્લા સાત વર્ષથી જૂનાગઢમાં
બાળકોને સ્કેટિંગ શીખવાડવામાં આવે છે. અઢી
વર્ષથી લઇ તમામ ઉંમરના બાળકોને સ્કેટિંગ
કોચ કીર્તિ બેન દ્વારા ટ્રેઈન કરવામાં આવ્યાં છે.
કીર્તિબેને સ્કેટિંગ ગરબા બાબતે વધુમાં જણાવ્યું
હતું કે, નવરાત્રિમાં ચાર દિવસમાં સ્કેટિંગ ગરબો
તૈયાર કરવામાં આવ્યો હતો અને આ સ્કેટિંગ
ગરબા રમવા માટે અલગ અલગ ગરબીઓ
તરફથી આમંત્રણ પણ આપવામાં આવે છે. જમીન માફક ના આવતા સ્કેટિંગ કરવું અઘરું
સ્કેટિંગ એ સ્કેટિંગ ટ્રેક પર તો થઈ શકે પરંતુ
અલગ-અલગ જગ્યા પર જમીન માફક ના
આવતા સ્કેટિંગ કરવું અઘરું બને છે. પરંતુ આ
સ્કેટિંગ ગ્રુપના બાળકો કોઈ પણ જગ્યાએ સારી
રીતના પર્ફોર્મન્સ કરી સ્ટેજને શોભાયમાન કરે છે. 4 વર્ષની નાની બાળકી પણ સ્કેટિંગ કરે છે
સ્કેટિંગ કોચ કિર્તિબેને જણાવ્યું હતું કે,
અત્યારના સમયના બાળકો મોબાઇલની
દુનિયામાં ખોવાયેલા રહે છે ત્યારે તેમની અંદર
રહેલા કૌશલ્યને અને તેમના ઉત્કૃષ્ટ વિચારોને
વેગ નથી મળતો જેને કારણે બાળકો સીમિત
વિચારોની સરહદમાં જ રચ્યું રહે છે. આ
સ્કેટિંગ દ્વારા બાળકોને એક અલગ ઝોમ અને
જુસ્સો મળે છે. આ સ્કીટિંગ કરનાર બાળકોના
માતા-પિતાને પણ ધન્યવાદ છે કે જે પોતાના
બાળકોને સ્કેટિંગ માટે મદદ કરે છે. આ સ્કેટિંગ
ગ્રુપમાં સ્વરા નામની 4 વર્ષની નાની બાળકી પણ
સ્કેટિંગ કરે છે. બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લીધો
સ્કેટિંગ ગ્રુપ દ્વારા ઘણા બાળકો તાલુકા જિલ્લા
અને નેશનલ લેવલે પણ સ્કેટિંગ સ્પર્ધામાં અવ્વલ
નંબરો પ્રાપ્ત કર્યા છે. દિલ્હી, પંજાબ, જોધપુર
અલગ-અલગ સ્થળે જૂનાગઢની સ્કેટિંગ ટીમના
બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લીધો
છે.