નશાબંધી સપ્તાહ ૨૦૨૨ ના ત્રીજા દિવસે  વી.આર ગોઢાણીયા બી.એડ્ કોલેજ પોરબંદર ખાતે નશાબંધી તથા વ્યસનમુક્તિ વિષયક નાટિકા થકી એકપાત્રિય અભિનય સ્પર્ધા તેમજ મહાનુભાવોનું પ્રવચન તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. 

સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત વ્યક્તિ/કુંટૂબ/સમાજ વ્યસનમુક્ત બને તેમને વ્યસન છોડવાની શક્તિ આપે એવી ઇશ્વરને પ્રાર્થનાથી કરવામાં આવી, ત્યારબાદ ડો.હિનાબેન પ્રિન્સીપાલ એ આમંત્રિત મહેમાનુ શબ્દથી સ્વાગત કરી વિધાર્થીઓ દ્રારા દારુ, ડ્રગ્સ જેવા વ્યસનથી વ્યક્તિ,કુંટુબ અને સમાજ કેવી રીતે બરબાદ થાય તે બાબતે એક પાત્રીય અભિનય દ્રારા કાલ્પનિક વાસ્તવિક ચિત્ર ઉપજે તેવી રીત ખુબ જ સરસ રીતે કૃતીઓ રજુ કરી નશાબંધી અપનાવવાથી ફાયદા વિશે માહિતી આપી, ત્યારબાદ નશાબંધી અધિક્ષક  પી.આર ગોહિલસાહેબ એ નશાબંધી ખાતાનો પરિચય આપી પુજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિ ૦૨ ઓક્ટોબરથી નશાબંધી સપ્તાહ શરૂ થાય છે. કારણ કે, પુ.ગાંધીજી એક નામ નહીં પણ વિચાર ધારા છે. સત્ય છે, અહિંસા છે, સ્વસ્છતા છે, તેમજ તેઓ નશાબંધીના પ્રખર આગ્રહી હતા તેમ જણાવી અત્રે નશાબંધી વિષયક પર રજુ કરવામા આવેલ એકપાત્રિય અભિનયથી જે સંદેશો મળ્યો તે વિધાર્થીઓ પોતે અમલવારી કરે અને સમાજ પાસે અમલવારી કરાવે તેવી આશા રાખી કારણ કે, આ બી.એડ કોલેજમાં હું બધાને એક શિક્ષક તરીકે જોવ છુ, ભાવિ શિક્ષક છો, અને જો એક શિક્ષક ધારે તો સમાજમાં પરિવર્તન લાવી શકે, એટલે અમો નશાબંધી પ્રચારમાં બી.એડ્ કોલેજો વધારે પસંદ કરીએ છીએ, અને જણાવ્યુ કે, હાલ પણ કોઇ પણ વિધાર્થીઓને ખરાબ વ્યશન હોય તો તે વ્યશન છોડવા માટે વ્યશનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી અને પરિવાર તથા સમાજના પાંચ વ્યક્તિને વ્યશન છોડવવા માટે પ્રયત્ન કરવા જણાવ્યુ, ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામો તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ ત્યારબાદ પ્રો.જખરા આગઠસાહેબે આભાર વીધી રજુ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ. 


આ નશાબંધી પ્રસાર-પ્રચાર કાર્યક્રમમાં નશાબંધી ખાતાના અધીક્ષક પી.આર ગોહિલસાહેબ તેમજ વી.આર ગોઢાણીયા બી.એડ્ કોલેજના પ્રિન્સીપાલ ડો.હિનાબેન તેમજ તેમનો તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો.