વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો . વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે . ત્યારે દશેરા પર્વ નિમિત્તે ફતેપુરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. સી.આર દેસાઈ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી . તેમજ સૌ લોકોને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી . આ કાર્યક્રમમાં ફતેપુરા પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યાં હતાં. ફતેપુરાના પી.એસ.આઈ. અને સ્ટાફના દ્વારા પારંપરિક રીતે શસ્ત્ર પૂજા કરી હતી . અત્રે ઉલ્લેખનિય છે કે , પોલીસ દળમાં વિજયા દશમી પર શસ્ત્ર પૂજાની જૂની પરંપરા છે . જેમાં શસ્ત્રોની પૂજા કરીને કાયદાની રક્ષા પ્રતિ સંકલ્પ લેવામાં આવે છે. આ કાર્યક્રમ ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. આ ઉપરાંત ફતેપુરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. સી.આર. દેસાઈ દ્વારા સૌ લોકોને વિજયા દશમીની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.