સિહોરના ગ્રામ્ય પંથક સહિત ભાવનગરના મુખ્ય ઉધોગપૈકીના ડાયમંડ ઉધોગ માટે ગત વર્ષની તુલનામાંઆ વર્ષની દિવાળી નબળી પૂરવાઈ સાબિત થઈ છે, રફ ડાયમંડના ભાવ ઉંચા હોવાની સાથ વિદશોમાં જરૂરિયાત મુજબની ડિમાન્ડ આછી રહતા ભાવનગરનો હીરા ઉધાગ મંદીની અસર વચ્ચે દિવાળી કાઢશે તેવા સંકેતો છે. મંદીના કારણે આ વર્ષે દિવાળી વેકેશન પણ લંબાઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.હીરા ઉદ્યોગ માટે દિવાળીની તેજી શ્રાવણ માસ બાદ તુરંત જ શરૂ થઈ જાય છ. પરંતુ આ વર્ષે હીરા ઉધોગ માટ દિવાળીની તજીની ચમકમાં થાડી જાખપ આવી છે. આ સમય દરમિયાન ભાવનગરમાં તૈયાર થયેલા હીરાની વિદેશોમાં ભાર ડિમાન્ડ રહેતી હોવાથી હીરાના કારખાનાઓ ૧૬થી ૧૮ કલાક ધમધમતા રહેતો હોય છે. પરંતુ આ વર્ષે હીરા માર્કેટ મંદીની અસર વચ્ચેથી પસાર થઈ રહી છે દર વર્ષ કરતા આ વર્ષે હીરા ઉધાગમાં મંદી છે, વિદશાથી આવતા કાચા માલ માંઘા છે. જ્યાર પોલિસ્ક (તૈયાર) માલની વિદશામાં ડિમાન્ડ ઓછી છે. જના કારણે આ વર્ષે દિવાળીના તહેવારમાં તેજીના તોખારની જગ્યાએ હીરા ઉધોગ માટ નાણાંકીય ભીડ રહે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત કારીગરાનો પણ પ્રશ્ન ઉભા થયો છે. હીરા ઉધોગમાં દશેરા પછી અટલે કે ૧૫થી ર૦ આક્ટાબર દરમિયાન દિવાળી વકેશનપડી જશે. ગત વર્ષે તજીના કારણ દિવાળો વકશન ટૂંકું હતું અને ઘણાં કારખાના લાભ પાંચમથી ધમધમતા થઈ ગયા હતા. પણ આ વર્ષે મંદીના કારણે દિવાળી વેકેશન૧૦થી૧ર દિવસ લંબાઈ શકે છે તેવું જાણવા મળે છે