નવલાં નોરતાંની શરૂઆત સાથે જ સમગ્ર સિહોર સહિત તાલુકામાં મેઘમહેરની આગાહી વચ્ચે ખેલૈયા તેમજ આયોજકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યા હતું. જો કે પર્વ દરમ્યાન મેઘરાજાએ ખમૈયા કરતા ખેલૈયાઓ અને આયોજકોનો. ઉત્સાહ બેવડાયો હતો અને ખેલૈયાઓ પર્વની ઉજવણીમાં તલ્લીન બન્યા છે. નવરાત્રિ પર્વ અંતિમ ચરણમાં છે ત્યારે યુવાધન મોડી રાત સુધી ગરબા ગ્રાઉન્ડમાં હિલોળે ચઢી રહ્યાંછે. ગઇકાલે વિવિધ ગરબા ગ્રાઉન્ડો ખાતે આકર્ષક રંગોળી કરવામાં આવી હતી તેમજ ઠેર-ઠેર હવનનું આયોજન કરવામાં આય્યું હતું. નવરાત્રી પર્વ દરમ્યાન વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ હોવાના કારણે ગરબામાં ખલેલ પહોંચશે તેવી ભીતિ ખેલૈયાઓ તેમજ આયોજકો રાખી રહ્યા હતા. પરતુ નવરાત્રિ અગાઉથી જ મેઘવિરામ થતા ગરબા આયોજકો સહિત ખેલૈયાઓ ઉત્સાહમાં આવી ગયા હતા. સિહોરના અનેક શેરી ગ્રપ સોસાયટીઓમાં આયોજીત ગરબા મહોત્સવમાં નોરતાના અંતિમ દિવસોમા યુવાધન હિલોળે ચઢય્‌ હતું અને ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ગયા હતા. ગઈકાલે આઠમને લઈ વિવિધ ગરબા ગ્રાઉન્ડને આકર્ષક રંગોળીથી સજાવવામાં આવ્યા હતા. સાથે સાથે કેટલાક ગરબા ગ્રાઉન્ડ ખાતે આરતી બાદ રાત્રિના સુમારે આતશબાજી કરવામાં આવતા આકાશમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. આઠમ નિમિત્તે વિવિધ મંદિરો ખાતે હોમ હવનનું પણ આયોજન કરાયું હતું.