આ વખતે નવરાત્રી ઉપર ગરબા રમવા માટે પ્રોફેશનલ આયોજકોએ જીએસટી ચુકવવો પડશે, અલબત્ત ગરબા પર ટેક્સથી છોકરાઓને અંદાજે 81 લાખ તો છોકરીઓએ અંદાજે 45 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે.
સરકારે ગરબા ઉપર જીએસટી લાગુ કરતા રાજ્યના વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે. જેનો સીધો ભાર ખેલૈયાઓના ખિસ્સા પર પડશે. આ ઉપરાંત ગરબા જોવા આવનારા દર્શકો જો ડેઇલી પાસ લઇને ગરબા જોવા જશે તો જીએસટી ચૂકવવો નહીં પડે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ચણિયા ચોળી પર 5 ટકા થી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જેમાં રૂા.1 હજારથી નીચેની ચણિયાચોળી પર 5 ટકા અને રૂા.1 હજારથી વધુની ચણિયાચોળી પર 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જોકે સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે ત્યારથી જ ચણિયાચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે.

જોકે,રાજ્યના કેટલાંક આયોજકોએ જીએસટી ન ચૂકવવો પડે તે માટે સિઝન પાસ રાખ્યા જ નથી,કેટલાક
આયોજકોએ સિઝન પાસની જગ્યાએ ડેઇલી પાસનું આયોજન કર્યું છે, ડેઇલી પાસ 499 રૂપિયાથી ઓછી કિંમતના હોવાથી જીએસટી લાગશે નહીં તેથી આ સ્માર્ટ રસ્તો અપનાવ્યો હોવાનું કહેવાય છે.

2022ના વર્ષથી રાજ્ય સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતાં માત્ર વડોદરામાં જ 1 લાખ ઉપરાંત ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે. જ્યારે રાજકોટના 50 હજાર ઉપરાંત ખેલૈયાઓએ પણ 1 કરોડથી વધુનો જીએસટી ભરવો પડશે.
આમ,આ વખતે જીએસટી સાથે ગરબાના આયોજન થઈ રહ્યા છે.