નહેરુ યુવા કેન્દ્ર પાટણ દ્વારા જિલ્લા કક્ષાના યુવા ઉત્સવની ઉજવણી કરાઈ
પાટણ: યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર પાટણ દ્વારા જિલ્લા કક્ષાના યુવા ઉત્સવની ઉજવણી પી.કે.કોટાવાળા આટ્સ કોલેજ પાટણ ખાતે કરવામાં આવી. જેમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા, યુવા સવાંદ, ફોટોગ્રાફી સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા કાવ્ય લેખન જેવી વિવિધ સ્પર્ધા યોજાઈ.
કાર્યક્રમને અનુલક્ષી વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ સર્વ યુવાનોને યુવા ઉત્સવ માટેની જાણકારી તેમજ માર્ગદર્શન આપ્યું હતું. તજજ્ઞએ અલગ અલગ સ્પર્ધા માટે જાણકારી આપી તમામ સ્પર્ધામાં પ્રથમ, બીજો, ત્રીજો નંબર મેળવનાર વિજેતાઓને રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધાકોને રાજ્ય કક્ષાએ યોજનાર સ્પર્ધામાં ભાગ લઇ શકશે. આ કાર્યક્રમનું સંચાલન નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી ભૂષણ પાટીલ અને કોલેજ અધ્યાપક શ્રી આશુતોષ પાઠક દ્વારા કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભરતભાઈ જોશી, એન.જી.ઈ.એસ. નિયામક શ્રી ડો. જે.એચ.પંચોલી,પી.કે.કોટવલા આચાર્ય શ્રી ડો લલિતભાઈ તથા જિલ્લા યુવા અધિકારી શ્રી ભૂષણ પાટીલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.