મહેસાણા: 9 ઓક્ટોબરે PM મોદીનો ગુજરાત પ્રવાસ: મોઢેરામાં મોઢેશ્વરી માતાજીના કરશે દર્શન, મહેસાણામાં ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ તથા બહુચરાજીમાં જનસભા સંબોધવાનું પણ આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 9મી ઓક્ટોબરે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રવિવારે સાંજે ચાર વાગ્યે બહુચરાજી તાલુકાના દેલવાડા ખાતે જનસભા અને સંબોધન કરશે. ત્યારબાદ મોઢેશ્વરી માતાના મોઢેરા ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવી અને વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે વડાપ્રધાનના આ સંભવિત કાર્યક્રમને લઈને મહેસાણા કલેક્ટર દ્વારા 32 જેટલી કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. જોકે આ અંગે વડાપ્રધાન કાર્યાલય દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.