રાજુલાના ભાક્ષી ગામમા ચિકનગુનિયા અને ડેન્ગ્યુના તાવનો વાયરલ ઇન્ફેક્શન ગામમાં હોય જેની જાણ પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીને થતા આરોગ્ય વિભાગને તુરંત જાણ કરાઈ હતી. અને આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ટીમ મોકલવામા આવી હતી. અને હિરાભાઈએ લોકોના ખબર અંતર પૂછ્યા હતા. આ તકે , ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઈ ધાખડા, માજી સરપંચ વાવેરા બીસુભાઈ ધાખડા સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અને આગામી સમયમાં વધારે જરૂર જણાશે તો જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ મોકલવામાં આવશે તેવી ગ્રામજનોને હીરાભાઈ સોલંકીએ બાહેધરી આપી હતી.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.