ભારત દેશમાં મોંઘવારી ચરમ સીમા પર છે, જીવન જરૂરી ચીઝ વસ્તુઓ જેવી આટા નમક દાલ જેવી અનેક ગરીબ લોકોને અસર કરતી ખાદ્ય વસ્તુઓ પર ઇતિહાસમાં પેહલી વખત GST લાગુ કરવામાં આવ્યો છે તેવામાં હવે જાણવા મળ્યા મુજબ નવરાત્રીના ગરબા રમવા પર પણ GST લાગુ થવા જઈ રહ્યો છે.

સપ્ટેમ્બર 2022 માં નવરાત્રી શરૂ થતા હાઈ ફાઈ નવરાત્રી નું આયોજન કરતાં આયોજકો ના એન્ટ્રી પાસ ઉપર 18% GST લાગુ કરાઈ દેવાયો છે અને મોટા શહેરો અમદાવાદ, બરોડા, સુરત રાજકોટમાં નવરાત્રી પાસનું વિતરણ પણ ચાલુ કરી દેવાયું છે, 1000 ના પાસ ઉપર 180 GST લાગી રહ્યો છે, જેમાં ખેલય્યાઓ ના ખિસ્સા પર કરોડો રૂપિયાનો બોજ પડશે જયારે ડેઇલી પાસ લઈને ગરબા રમવા જનાર ના પાસ ની કિંમત 499 થી નીચેની હોવાથી પાસ ઉપર GST ભરવો પડશે નહીં , તેવામાં કેટલાક આયોજકો એ પાસ સિસ્ટમ બંધ કરી અવનવા પ્રયોગોમાં લાગી ગયા છે,

ગુજરાતી સંસ્કૃતિના આ ગરબા પુરા વર્લ્ડમાં કોઈપણ ખુશીના મોકા પર લોકો અવનવા પ્રસંગે ખુશીથી ગરબા રમી ઝુમી ઉઠે છે જે ગુજરાતની સંસ્કૃતિ પર ટેક્ષ લગાવી દેવામાં આવ્યો છે.

એટલુંજ નહીં ચણીયા ચોળી પર પણ 5 ટકા થી 12 ટકા જીએસટી લાગશે,1000 ₹ થી ઓછી કિંમતના ચણીયા ચોળી પર 5% અને 1000₹ થી વધુની કિંમત પર 12% જીએસટી લાગી રહ્યો છે...!!

રિપોર્ટર : વારિસ સૈયદ,

હિંમતનગર, ગુજરાત.