પાવીજેતપુર તાલુકાના તારાપુર ગામે આવેલા ક્વાર્ટર્સના તાળા તોડી ચોરો અંદર પ્રવેશી ૧,૧૦,૦૦૦/- રૂપિયા રોકડા તેમજ ૬૭,૦૦૦/- ના ઘરેણા મળી કુલ ૧,૭૭,૦૦૦/- રૂપિયાની ચોરી થવા પામી છે.

            પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામના રહીશ હિતેશભાઈ સંતદેવભાઈ નાયક જેઓ ૨૦૧૭ થી તારાપુર ખાતે આવેલ આદિવાસી ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગની કન્યાઓની હોસ્ટેલમાં જમવાનું બનાવતા છે. તેઓ પોતાના પરિવાર સાથે તારાપુર ખાતે આવેલ શ્રી એમ સી રાઠવા કોલેજના ક્વોટર્સમાં રહેતા હતા તેઓ ૩૦/૦૯/૨૦૨૨ ના રોજ નર્સિંગ કોલેજ તેમજ હોસ્ટેલમાં રજા હોવાના કારણે સાંજના સમયે પોતાના પરિવાર સાથે ક્વોટર્સના દરવાજા બંધ કરી, લોક મારી ડુંગરવાંટ મુકામે બે,ત્રણ દિવસ માટે ગયા હતા ત્યારે ૨જી ઓક્ટોમ્બર ના રોજ વહેલી સવારે કોલેજના ગેટના વોચમેન નો ફોન આવ્યો હતો કે તમારા ક્વાર્ટર્સના દરવાજા ખુલ્લા છે. જે જાણી તાત્કાલિક હિતેશભાઈ નાયક તારાપુર દોડી આવી જોતા પોતાના ક્વોટર્સના દરવાજા ખુલ્લા હોય તેમજ તાળા ત્યાં જોવા મળ્યા ન હતા. ઘરની અંદર પ્રવેશતા ઘરમાં સામાન વેર વિખેર જોવા મળ્યો હતો તેમજ તિજોરીના તાળા તોડી છોકરીઓની જમવાની ફી આવેલ હોય તે ૧,૧૦,૦૦૦/- રૂપિયા તેમજ હિતેશભાઈ ની પત્નીનું સોનાનું લોકેટ આશરે ૧૦ ગ્રામનું જેની કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ચાંદીની પાયલ નંગ ૪ જેની કિંમત ૧૦,૦૦૦/- ચાંદીના મંગલસૂત્ર બે જેની કિંમત ૫,૦૦૦/-, ચાંદીનો કેડ ઝુલો નંગ ૧ જેની કિંમત ૩૦૦૦/-, સોનાની બુટ્ટી નંગ ૨ જેની કિંમત ૬,૦૦૦/-, ચાંદીના છેડા નંગ ૨ જેની કિંમત ૮,૦૦૦/- મળી કુલ કિંમત ₹ ૧,૭૭,૦૦૯/- ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

         આમ, પાવીજેતપુર નજીક આવેલ તારાપુર ગામેથી એક ક્વાર્ટર્સના તાળા તોડી ઘરમાં પ્રવેશી ₹ ૧,૭૭,૦૦૦/- ની ચોરી થતા પાવીજેતપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.