પાટણ નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું

પાટણ શહેર માં તાજીયા ઝુલુસ દરમ્યાન ઝુલુસ ના રૂટ દરમ્યાન જ્યાં પણ રોડ રસ્તા બિસ્માર હાલત માં છે તેમજ સ્ટ્રીટ લાઈટો બંધ છે સાથે સાથે જર્જરિત મકાનો અને વૃક્ષો જે નમી પડેલા છે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે રોડ રસ્તાઓ નું પેચ વર્ક કરવામાં આવે સાથે સાથે મુખ્ય સમસ્યા એવી રસ્તે રખડતા ઢોરો ને પાંજરે પુરવામાં આવે તેવી માંગણી પાટણ નગર પાલિકા ના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર શમીમ બાનું સુમરા તથા મુસ્લિમ સમાજ અગ્રણીઓ દ્વારા કરવામાં આવી અને પાટણ નગર પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર આપવામાં આવ્યું.....

ઇસ્લામ ધર્મ ના સ્થાપક મહંમદ પયગમ્બર સાહેબ ના દોહીત્ર હજરત ઇમામ હુસૈન (ર.દી) એ માનવતા ના મૂલ્યો કાજે દુરાચારી યજીદ સામે ઝૂક્યા વિના પોતાના 72 અનુયાયીઓ સાથે શહાદત વ્હોરી હતી. જેઓની યાદ માં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ ઉજવાય છે જે અનુસંધાને શહેર માં તાજીયા ઝુલુસ નીકળે છે જે અંતરંગ તારીખ 8 મી ઓગષ્ટ ની રાત્રી એ કતલ ની રાત મનાવવા માં આવશે અને તારીખ 9 મી ઓગષ્ટ ના રોજ યવમ-એ-આશુરા ઉજવવા માં આવશે જેને ધ્યાને લઇ વર્ષો થી પાટણ શહેર માં કતલ ની રાત્રી તેમજ યવમે આશુરા ના દિવસે તાજીયા ઝુલુસ નીકળશે.

તાજીયા ઝુલુસ દરમ્યાન ઝુલુસ ના રૂટ દરમ્યાન જ્યાં પણ રોડ રસ્તા બિસ્માર હાલત માં છે તેમજ સ્ટ્રીટ લાઈટો બંધ છે સાથે સાથે જર્જરિત મકાનો અને વૃક્ષો જે નમી પડેલા છે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે રોડ રસ્તાઓ નું પેચ વર્ક કરવામાં આવે સાથે સાથે મુખ્ય સમસ્યા એવી રસ્તે રખડતા ઢોરો ને પાંજરે પુરવામાં આવે તેવી માંગણી પાટણ નગર પાલિકા ના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર શમીમ બાનું સુમરા દ્વારા કરવામાં આવી હતી અને પાટણ નગર પાલિકા પ્રમુખ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ભૂતકાળ માં તાજીયા ઝુલુસ દરમિયાન રખડતા ઢોરો એ કેટલાક લોકો ને ઇજાગ્રસ્ત કર્યા હતા તે પણ પ્રમુખ ને જણાવ્યું હતું. 

આ સમસ્યા નું તાત્કાલિક સમાધાન કરી તાજીયા ઝુલુસ દરમ્યાન કોઇ પણ વ્યક્તિ ને મુશ્કેલી નો સામનો ન કરવો પડે સાથે સાથે કોઈ અકસ્માત કે ઇજાગ્રસ્ત ન બને તેની તકેદારી રાખવા પ્રમુખ ને રજુઆત કરવામાં આવી હતી. 

પ્રમુખ સ્મિતાબેન પટેલ એ પણ તાજીયા ઝુલુસ થી પહેલા અને ઝુલુસ દરમ્યાન આ સમસ્યાઓ ને હલ કરવાની ખાતરી આપવામા આવી હતી. આ રજુઆત માં શમીમ બાનું સુમરા ની સાથે ભરતભાઈ ભાટિયા,યાસીનભાઈ સુમરા, ઉસ્માનભાઈ શેખ, યાસીન મીરઝા, નજીરભાઇ વગેરે સમાજ ના લોકો હાજર રહ્યાં હતાં.

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ