પોરબંદરની જાહેર જનતા માટે માહી ગ્રુપ તેમજ શ્રી જલારામ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે કુદરતી અલૌકિક પદ્ધતિથી કસરત દ્વારા એક નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સવારે નવા જલારામ મંદિર તેમજ બપોરે કોર્ટ પાછળ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ..
જેમાં હાથ ,પગ ,ગોઠણ ,કોણી , ગરદન ,એડી ના દુઃખાવા , સાઇટીકા ,મણકા ની તકલીફ ,પેટ ના દર્દો ,પડખા નો દુખાવો, પેચોટી ની તકલીફ ,શરીર મા કોઇ નસ દબાતી હોય ,હાથ પગ મા ખાલી ચડતી હોય ,માથાનો દુખાવો- માઇગ્રેન ,પથરી, થાઇરોડ વગેરે રોગોની સારવાર દવા વગર ફક્ત અને ફક્ત માત્ર કસરત થી દુર કરવામા આવેલ..
જેનો પોરબંદરની જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં સારો એવો લાભ લીધેલ અને વિનામૂલ્ય નિસ્વાર્થ સેવા આપનાર સેવાભાવી અરવિંદભાઈની ટીમના સભ્યો દ્વારા જેમાં રમણીકભાઇ દેવાણી, ગોહેલ સાહેબ,વિજયભાઈ જુંગી,
મહેન્દ્રભાઈ માંડલિયા,
રામભાઈ ટુકડિયા,
વિમલભાઈ શાહ દ્વારા નિસ્વાર્થ ભાવે દર્દીઓને સેવા આપવામાં આવેલ.