ઝાલોદ શહેર માં નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે . અનેક સ્થળે શેરી ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે આજરોજ *સાઈ સર્જન* સોસાયટી માં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને માતાજીની આરાધના સ્વરૂપે ગરબાની રમઝટ પણ માણી. સમસ્ત કાર્યક્ર્મનું આયોજન સોસાયટી પ્રમુખ શ્રી રાજેશભાઈ પંચાલ,રાહુલભાઇ,શહેર મહિલા મોરચા મહામંત્રી જીગનીશાબેન તેમજ નવરાત્રી મહોત્સવ નાં સોસાયટી નાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. આ નવરાત્રિ રમઝટ માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલકુમારી વાઘેલા, શહેર સંગઠન પ્રમુખશ્રી દિનેશભાઈ,યુવા મોર્ચા પ્રમુખ સંતોષભાઈ, દુર્ગેશભાઈ અને કાર્યકર્તાઓ અને સોસાયટી નાં મહિલાઓ બાળકો ઉપસ્થિત રહી ગરબાની રમઝટ માણી હતી