જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર દ્વારા મૂકબધિર શાળા તેમજ અંધ કન્યા છાત્રાલયના બાળકોને મિષ્ટ ભોજન કરાવી અમરેલીના ગૌરવસમા નેતાનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
ડૉ. કાનાબારે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરતાં રૂપાલાજીની ઘણી અજાણી ઉપલબ્ધિઓની વાતો શેર કરી હતી. મૂકબધિર શાળાના સંચાલક રઘુભાઈ ભટ્ટ દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો.
આ તકે ઉપસ્થિત માન. મંત્રી રૂપાલાજીએ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણીનું આયોજન કરી જન્મ દિવસને યાદગાર બનાવવા બદલ અનુકંપા ફાઉન્ડેશનનો આભાર માનતાં આ અવસરને ધન્ય ઘડી ગણાવી હતી. મંત્રી શ્રી એ બહેરા-મુંગા-અંધ બાળકો સાથે સાંકેતિક ભાષામાં સંવાદ કરી તેમની લાગણી સમજવા પ્રયાસ કર્યો હતો. કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી રૂપાલા સાહેબે જાતે બધાં બાળકોને ભોજન પીરસ્યુ હતું, કેબિનેટ મિનિસ્ટર અને ભાજપના દિગ્ગજ નેતાને મળીને બાળકોએ ખુશી અનુભવી હતી.
આ કાર્યક્રમમાં ડૉ. એસ.આર.દવે, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, એમ. કે. સાવલિયા, વિજયભાઈ મહેતા, જીતુભાઈ ગોળવાળા, ઓક્સફર્ડ સ્કૂલના સંચાલક મયુરભાઈ ગજેરા, પ્રહ્લાદભાઈ વામજા, અશ્વિનગીરી ગોસાઈ, વશરામભાઈ વઘાસિયા, મયુરભાઈ માંજરિયા, જીલુભાઈ વાળા, રમેશભાઈ માતરિયા, અમરિષભાઈ રાજ્યગુરુએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અનુકંપા ફાઉન્ડેશનના સંયોજક ડૉ. કાનાબાર સાહેબ સાથે ડૉ. પિયુષ ગોસાઈ, બિપીનભાઈ ગાંધી, દિપકભાઈ વઘાસિયા, મધુભાઈ આજુગિયા, ચેતનભાઈ રાવલ, તુલસીભાઈ મકવાણા, ડી.જી. મહેતા, ભરતભાઈ જોષી, કિશોરભાઈ મિશ્રા, હરેશભાઈ સાદરાણી, યોગેશભાઈ કોટેચા, કનુભાઈ ભડકોલિયા, લાલાભાઈ જોષી, નયનભાઈ બેદી, ભાર્ગવ કારિયા, સન્ની ધાનાણીએ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમનું સુચારુ સંચાલન વિપુલ ભટ્ટીએ કર્યુ હતું.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.