મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિના બોર્ડ મેમ્બરો તેમજ સભ્યો દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
પોરબંદરના પનોતા પુત્ર અને સફળ વિશ્વની પ્રેરણામૂર્તિ સમા પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૪ મી જન્મ જયંતીના પાવન અવસરે મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિ પોરબંદર ગુજરાતના સભ્યો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજી ને તેમના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ ત્યારબાદ માણેકચોક ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવેલ ત્યારબાદ પૂજ્ય મહાત્મા ગાંધીજીની 154 મી જન્મજયંતી નિમિત્તે સેવા કાર્યોના આયોજન પણ કરવામાં આવેલ જેમાં અબોલ જીવોથી લઈ માંનવીઓ સુધીના સેવા કાર્યોના આયોજન કરી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ની ઉજવણી મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિ પોરબંદર ગુજરાત ના સભ્યો દ્વારા સેવાકાર્યો કરી કરવામાં આવેલ..
ઉપરોક્ત આયોજનમાં મહાત્મા ગાંધી લોકકલ્યાણ નાગરિક સમિતિના બોર્ડ મેમ્બરો તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..