તારીખ ૨જી ઓક્ટોબર 2022 ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે પોરબંદર ખાતે પધારેલ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ જે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ પંચાયત મંદિર પોરબંદર ખાતે પધારેલ ત્યારે સૌપ્રથમ ઈષ્ટદેવ રામદેવજી મહાપ્રભુ ના દર્શન કરી ત્યારબાદ પંચાયત મંદિરમા પધારેલ અને  ખારવા સમાજ તરફથી તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામા આવેલ.  આ પ્રસંગે ખારવા સમાજનો ઇતિહાસ પ્રસ્તુત કરી ખારવા સમાજ હંમેશને માટે તન મન અને ધનથી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનતો જ રહ્યો છે, ત્યારે ખારવા સમાજને પ્રોત્સાહિત કરવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી.  

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ પ્રસંગે ખારવા સમાજની માંગણી મુજબ પાર્કિંગ માટે માપલાવાળી જગ્યાએ 61 કરોડ રૂપિયા મંજુર કરેલ છે જે પૈકી ડ્રેજીંગ માટે ૨૧ કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર થઈ ગયેલ છે તેમજ માપલાવાળી વિસ્તારમાં એ ક્સાઇડ ૮૦૦ મીટર વાર્ક ફોલનું 37 કરોડનું ટેન્ડર ઓનલાઈન મૂકી દીધેલ છે તે પણ વહેલી તકે વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરી આપવાની ખાત્રી આપેલ છે તે બદલ મુખ્યમંત્રીને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. બાકી રહેલા પ્રશ્નનો વહેલી તકે નિવારણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીએ હકારાત્મક રીતે કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવેલ છે. જ્યારે મુખ્ય મંત્રી ખારવા સમાજની મુલાકાતે પધારેલ ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખારવા સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ખારવા સમાજના ઉમેદવારને ટિકીટ ફાળવવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરેલ છે, જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીએ ખાત્રી આપેલ કે જે લોકોએ ટિકિટની માંગણી કરેલ છે તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવશે અને સર્વે સમાજ અને જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવશે અને સૌનો સાથ અને ગુજરાતનો વિકાસ કરવામાં આવશે. 


આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી  મહેશભાઈ કસવાલા, પોરબંદરના ધારાસભ્ય  બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા ઉપસ્થિત હતા.


    આમંત્રીત મહેમાનોનુ ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ  રણછોડભાઈ શિયાળ, તથા આગેવાનોના હસ્તે સન્માન કરવામા આવેલ. અન્ય આગેવાનોમા ખારવા સમાજ ના પંચપટેલ/ટ્રસ્ટીઓ, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, હરજીવનભાઈ કોટીયા, દિલીપભાઈ લોઢારી, સુનિલભાઈ ગોહેલ, પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપપ્રમુખ ધર્મેશભાઈ તથા કમીટી મેમ્બરો, પિલાણા એસો.ના પ્રમુખ કાન્તીભાઈ લોઢારી તથા કમીટી મેમ્બરો, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા તથા આગેવાનો, વણાકબારા ખારવા સમાજના પટેલ સંજયભાઈ લોઢારી તથા આગેવાનો, નગરપાલીકાના ઉપપ્રમુખ ભારતીબેન જુંગી, કાઉન્સીલર મનિષભાઈ શિયાળ, કિશોરભાઈ બરીદુન, તથા અન્ય કાઉન્સીલરો, નગરપાલીકાના પૂર્વપ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, સાગર શકિત સેવા સંધ ટ્રસ્ટ ન પ્રમુખ પ્રેમજીભાઈ પોસ્તરીયા તથા સભ્યો, એક્સપોર્ટર એસો.ના પ્રમુખ કરશનભાઈ સલેટ તથા કમીટી મેમ્બરો, ફીશ સપ્લાયર એસો.ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તથા કમીટી મેમ્બરો, જીલ્લા ફીશરીઝ સેલના કન્વીનર જાદવજીભાઈ પોસ્તરીયા, બક્ષીપંચના પ્રમુખ જીતુભાઈ ભરાડા, ઉઘોગપતિઓ અને સમાજના પ્રતિષ્ઠીત વ્યકિતઓ હાજર હતા.