વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આજે સુરસાગર ડેરી વઢવાણ ખાતે પનીર પ્લાન્ટનો ઉદઘાટન સમારોહ અને સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ચેક વિતરણ અને દૂધ સંઘની વિવિધ સહાયકારી યોજનાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાન બનવાની જ સાથે નરેન્દ્રભાઇએ નર્મદા પ્રોજેક્ટને પૂર્ણ ઉંચાઇ સુધી લઈ જવાની મંજૂરી આપી હતી અને પાણીથી વંચિત રહી જતા ગામો સુધી નર્મદાનાં પવિત્ર જળ પહોંચાડી પોતે આપેલુ વચન પૂર્ણ કર્યું છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે પહેલાંના સમયમાં રાજ્યમાં રસ્તા, આરોગ્ય, પાણી જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓની પણ તકલીફ હતી પણ આજે ગુજરાતમાં દરેકે-દરેક ગામમાં પાકા રસ્તા, પાણી સહિતની સુવિધાઓનું માળખુ મજબૂત કરવામાં આવ્યું છે અને અંતરિયાળ ગામનાં લોકો સુધી આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે રોજની ૨ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતા આ પનીર પ્લાન્ટ રૂપિયા ૩.૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ છે. પહેલા આપડે પનીર સાબર જેવી બહારની ડેરીઓ માંથી લાવતા હતાં જ્યારે આજે આપણી પાસે પોતાનો પ્લાન્ટ છે.આ પ્લાન્ટમાંથી ૧૦૦gm,૨૦૦gm, અને ૧ kg માં પનીરનું પેકેજીંગ થશે.જેના થકી જિલ્લાને ફ્રેશ પનીર મળશે અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે હજારો કિલોમીટર લાંબુ કેનાલ માળખું બનાવી નર્મદાના નીર છેવાડાના લોકો સુધી પહોંચાડવા આવ્યા છે.સરકારની વિવિઘ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. મા કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ જેવી આરોગ્ય યોજનાઓના કારણે લોકોને આરોગ્ય અંગેનું સુરક્ષા કવચ આપવામાં આવી રહ્યું છે.આમ સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી છેવાડાના લોકોનુ કલ્યાણ થાય તે માટે સરકાર કટિબધ્ધ છે.આ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય,જમીન વિકાસ બેંકના ચેરમેનશ્રી મંગળસિહ પરમાર અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પુનમભાઈ મકવાણા, ધીરુભાઈ સિંધવ, પ્રકાશભાઈ સોની, છગનભાઈ, શામજીભાઈ ચૌહાણ, જીવાભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नेता प्रतिपक्ष के वार्ड में धंसी सड़क, बड़ी दुर्घटना टली, हादसे के बाद भी नहीं जागा प्रशासन
कोटा। कोटा उत्तर के वार्ड 59 के हाट बाजार की मुख्य सड़क बीचोबीच धंसने से एक बड़ा हादसा टल गया।...
ঢকুৱাখনাত অব্যাহত আছে ব্ৰহ্মপুত্ৰৰ খহনীয়া || ৰাইজৰ বিপদৰ সময়ত বেপাৰত ব্যস্ত থকা নৱ দলেৰ বিৰুদ্ধে ক্ষোভিত জনতা || ৰাজহুৱা সভাৰ যৰিয়তে টাকাম মিচিং পৰিন কৌবাংৰ কেন্দ্ৰীয় সাধাৰণ সম্পাদক তিলক দলেৰ সকীয়নি
অসম চৰকাৰৰ ঢকুৱাখনা বিধানসভা সমষ্টিৰ স্থানীয় বিধায়ক নৱ কুমাৰ দলে প্রকৃততে বিধায়ক নে ...
সোণাৰিৰ কাকতিবাৰীত আইৰণ টেবলেট খোৱাৰ পিছত অসুস্থ হৈ পৰিল একাংশ ছাত্ৰ ছাত্ৰী
সোণাৰিৰ কাকতিবাৰীত আইৰণ টেবলেট খোৱাৰ পিছত অসুস্থ হৈ পৰিল একাংশ ছাত্ৰ ছাত্ৰী
সোণাৰিত...
माहेश्वरी महिला संगठन ने किया देव दर्शन
बूंदी । माहेश्वरी महिला संगठन का देव दर्शन कार्यक्रम
पूर्वी राजस्थान प्रादेशिक...
જુનાગઢ મહાનગરપાલિકાની ખાસ સ્થાયી સમિતિની બેઠકમાં શહેરીજનોની સુખાકારી માટે થયું આયોજન
જુનાગઢ મહાનગરપાલિકાની ખાસ સ્થાયી સમિતિની બેઠકમાં શહેરીજનોની સુખાકારી માટે થયું આયોજન