ગૌરવયાત્રાના આયોજનના ભાગરૂપે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ

રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોચાડવા માટે આગામી સમયમાં સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પણ ગૌરવયાત્રા આવી રહી છે.જેના આયોજનના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને અપેક્ષિત કાર્યકરો સાથે બેઠકનું આયોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું.ઉત્તર ગુજરાતના પવિત્રધામ બચરાજી ધામ થી ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે જ્યાં ખળી ચાર રસ્તા થી ગૌરવયાત્રા જીલ્લામાં પ્રવેશ કરશે જ્યાં સ્વાગત સ્વામિનારાયણ મંદિરે ખાતે સભા યોજાશે સાથે સાથે વાયડ મુકામે થી યાત્રા જિલ્લામાં પ્રવેશ કરશે જ્યાં મેલુસણ ખાતે સ્વાગત સભા અને નાયતા,કાંસા સ્વાગત,માતરવાડી બાઈક રેલી અને બગવાડા દરવાજા ખાતે જાહેર સભા યોજાશે બીજા દિવસે રાજપુર ગામ ખાતે સ્વાગત,ચાણસ્મા સ્વાગત અને બાઈક રેલી બાદ જાહેર સભા,કંબોઇ,હારીજ,

સમી,બાસ્પા,ગોચનાદ,રાધનપુર શહેરમાં માર્કેટયાર્ડ ખાતે જાહેરસભા બાદમાં વારાહી,બામરોલી,સાંતલપુર ખાતે સ્વાગત સભા યોજાશે આમ જિલ્લા પ્રમુખે સમગ્ર યાત્રાની માહિતી આપી હતી.આ બેઠકમાં

જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ સિંધવ સુરજગીરી ગોસ્વામી,રણછોડભાઈ મુકેશભાઈ પટેલ,પંકજભાઈ શુકલા પ્રદેશ આઈ.ટી સેલ કન્વીનર સહિત અપેક્ષિત હોદેદારો અને યાત્રાના વિવિધ ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મીડિયા વિભાગની સંપૂર્ણ જવાબદારી જયેશ દરજી અને ગોવિંદ પ્રજાપતિને સોપાઇ છે.