સુરતશહેર ના બારડોલી વિસ્તાર માં કોંગ્રેસ દ્વારાસ્વરાજઆશ્રમ ખાતેથી ભારત જૉડો યાત્રા નું આયોજન કરાયું.

સુરત જિલ્લા ન બારડોલી ખાતે કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સ્વરાજ આશ્રમ ખાતે થી ભારત જોડો પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આજે ગાંધી જયંતી પણ હોય કોંગ્રેસ દ્વારા દેશમાં શરૂ કરવામાં આવેલ ભારત જોડે યાત્રા સુરત જિલ્લામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં આ ભારત જોડે યાત્રા આવી પહોંચી હતી. આ યાત્રાનું સ્થાનિક તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરણ પટેલ તેમજ ઓરડેસ કોંગ્રેસ આગેવાન તરુણ ભાઈ વાઘેલા એ યાત્રા નું સ્વાગત કર્યું હતું. અને તેઓ ની  આગેવાની માં ભારત જોડે યાત્રાની પદ યાત્રા રૂપે શરૂઆત કરવામાં આવી હતી. સ્વરાજ આશ્રમ થી નીકળેલી યાત્રા ગ્રામ્ય વિસ્તારો માં ફરી હતી. કોંગ્રેસ માજી ધારાસભ્ય બારડોલી ખાતે ની યાત્રા માં મોટી સંખ્યામાં બારડોલી તાલુકા માંથી કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. ભારત જોડો યાત્રા  ગ્રામ્ય વિસ્તારો માં 17 કિલોમીટરની પદયાત્રા કરીને બારડોલી  તાલુકાના ઐતિહાસિક સ્થળ ગણાતા હરિપુરા ગામે પોહચી હતો. અને જ્યાં સુભાસ બાબુ ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી જાહેર સભા કરી યાત્રા નું સમાપન કર્યું હતું.