કુકાવાવ વડીયા ધારાસભા બેઠક ના સંભવિત ભાવિ ઉમેદવાર લાલભાઈ બોદર ની આગેવાની નીચે આપ નાં કાર્યકરો પહોંચ્યા જુનાગઢ. આ જાહેર સભામાં કેજરીવાલ સાહેબની રાહ જોતા કાર્યકરો ખુબજ ગરમીનાં પ્રમાણમાં પણ ૨ કલાક જેટલી રાહજોતા બેસી રહ્યાં હતા.અને સ્વયંભૂ જન સેલાબ ઉમટી પડ્યો હતો. જેથી સભા મંડપ પણ ટૂંકો પડ્યો હતો. આ લોકજુવાળ ને જોતા ગુજરાતની જનતા કંઇક નવું કરવાના મૂડમાં પરિવર્તન લાવવા માંગતા હોય તેવું જણાઇ રહ્યું છે. દરેક કાર્યકરો આવનારી વિધાનસભામાં લડી લેવાના મૂડમાં જણાઇ આવતા હતા. અને પોતાનાં પ્રાસંગિક પ્રવચન માં અમુક ચોક્ક્સ સમયે વૃક્ષો પણ પોતાનાં પાંદડા બદલતા હોય છે.તો આ વખતે પણ સતા પરિવર્તન લાવવાની વાત દોહરાવવામાં આવી હતી.
આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, તેમજ પંજાબ નાં મુખ્યમંત્રીશ્રી ભગવંતમાન, તેમજ ગુજરાત પ્રદેશ નાં પ્રવકતા શ્રી ઈશુદાનભાઈ ગઢવી એ માર્મિક તેમજ ધારદાર પ્રવચનો આપ્યા હતા.
જેમાં સૌરાષ્ટ્ર નાં વડિયા કુકાવાવ તાલુકા સીટ ના ભાવિ ઉમેદવાર વડિયાથી લાલભાઈ બોદર, રાજુલા, જાફરાબાદ, ખાંભા ૯૮ ધારાસભા નાં ભાવિ ઉમેદવાર સાગરભાઈ ડાભીયા પણ બહોળા ચાહક મીત્રો અને કાર્યકરો ને સાથે લઈ જુનાગઢ કેજરીવાલ સાહેબ ની સભામાં પહોચ્યા હતા.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.