કડી શહેરમાં ધીરે ધીરે નવરાત્રિનો અનેરો માહોલ જામતો જઈ રહ્યો છે. કડી શહેરની અંદર વિવિધ સોસાયટીઓમાં નવરાત્રિના છઠ્ઠા નોરતે વેશભૂષા જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ખેલૈયાઓ અવનવી વેશભૂષા ધારણ કરીને માતાજીના ગરબે ઝુમી ઉઠ્યાં હતાં. કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલી સૂર્ય કિરણ ગ્રીન્સ ફ્લેટમાં વેશભૂષા યોજાઇ હતી.