ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામે રાત્રે લગભગ 01:20pm વાગ્યાંની આસપાસ ગામની શાળાની પાછળ એક 06 ફુટની લંબાઈ ધરાવતો મગર ગામમાં આવી ચઢ્યો હતો. જેથી ગામના લોકોમાં ગભરાટ સાથે ડરનો માહોલ જોવા મળ્યો હતો. તેથી મહી કેનાલ ગેટ પર નોકરી કરતા પપ્પુભાઈ પરમારે ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના રામસિંહ પરમારને જાણ કરતા તેમને NGOના પ્રમુખશ્રી પ્રહલાદભાઈને જાણ કરી હતી. તમને ગળતેશ્વર તાલુકાના ફોરેસ્ટરશ્રી પ્રદીપભાઈને જાણ કરતા તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 06 ફૂટના મગરને ટીમના માત્ર બેજ સભ્યો રામસિંહભાઈ અને મુકેશભાઈએ ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યુ કરી વન વિભાગની મદદથી તેને માનવ વસવાટથી દૂર સાનુકૂળ જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટ: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર.ડાભસર