આજે એટલે કે 02 ઓક્ટોબરે નવરાત્રિની સપ્તમી તિથિ છે. મહાસપ્તમી નવરાત્રિના સાતમા દિવસે આવે છે. આ દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. હંમેશા શુભ પરિણામ આપવાના કારણે તેમને શુભંકરી પણ કહેવામાં આવે છે. મા કાલરાત્રી દુષ્ટોનો નાશ કરવા માટે જાણીતી છે, તેથી એમનું નામ કાલરાત્રી છે. મા કાલરાત્રી, મા દુર્ગાનું સાતમું સ્વરૂપ, ત્રણ આંખોવાળી દેવી છે. એવું કહેવાય છે કે નવરાત્રિના સાતમા દિવસે જે પણ મા કાલરાત્રિની આરાધના કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ મા કાલરાત્રિની પૂજાનો તિથિ અને શુભ સમય

પૂજા વિધિ:-

 સપ્તમી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પૂજા શરૂ કરવી જોઈએ. સ્નાન કર્યા પછી માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો. તેને લાલ ફૂલ અર્પણ કરો. મા કાલરાત્રીની પૂજામાં મીઠાઈ, પાંચ ફળ, પાંચ પ્રકારના ફળ, અક્ષત, ધૂપ, સુગંધ, ફૂલ અને ગોળ, નૈવેદ્ય વગેરેનો પ્રસાદ ધરાવવામાં આવે છે.