ખેડા જિલ્લાના ગળતેશ્વર ના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન જ્યારથી કાર્યરત થયું ત્યારથી વીજ ઉત્પાદન સાથે પર્મેન્ડટ અનવ કુદરતી પ્રક્રિયામાં 40 વર્ષથી કામદારો ફરજ બજાવે છે અને 800 વી.એસ.હેલ્પરની જગ્યાઓની જાહેરાત છે ત્યારે 40 વર્ષથી કામ કરી રહેલા કામદારો નિમણૂક ન કરતા અને એક વર્ષની એપ્રેનટીસ 20 વર્ષ પહેલાં કરેલા જેઓ પ્લાન્ટની તાલીમ પણ ભૂલી ગયા હોય અને વર્ષથી કામ કરી રહેલા કામદારો જેમને અનુભવ છે તેમને નિમણુંક ના આપતા તમામ કચેરીઓમાં આવેદનપત્ર પાઠવી સાથે મુખ્યમંત્રીને પણ અરજી કરી છે કામદારોની માંગણી ઉઠી છે કે 40 વર્ષથી અનુભવ ધરાવતા કામદારોની નિમણૂક કરવામાં આવે સાથે સમાન કામ સમાન વેતન મળે ,ગ્રેજ્યુટી સાતમા પગારપંચના પગાર વધારા મુજબ સિનિયોરિટી મુજબ કરવામાં આવે,બોનસ વર્ષોથી 8.33 ટકા છે જે વધારવામાં આવે માંગ ઉઠી છે અને જે માટે આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા કામદારો દ્વારા આજે વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના ગેટ ઉપર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને 4 ઓક્ટોબર સુધી યોગ્ય નિરાકરણ નહિ લાવવામાં આવે તો 4.10.2022 ના રોજ ગાંધીનગરથી આમરણ ઉપવાસ ઉપર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
રિપોર્ટ: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર