રાધનપુર માં પી.આઈ. તરીકે મેડમ આવ્યા બાદ ફરી દેશી દારૂના અડ્ડા ફાલ્યા ફુલ્યા, તખુભા ,એલસીબી વહીવટ લઈ જતા હોવાનું બુટલેગર નું રટણ

એસ.પી.ની કડક સૂચના બાદ રાધનપુર નજીક સાતુંન રોડ પર શાંતિધામ ની બાજુમાં ચાલતા ખુલ્લેઆમ દેશી દારૂ ના અડ્ડા સામે સવાલો?

થોડા સમય અગાઉ ઝેરી કેમીકલ ના કારણે બોટાદ માં કેટલાય લોકો મરણ પામ્યા હતા.આ બનાવ બનતા કેટલાય જવાબદાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થવા પામ્યા હતા.પાટણ જિલ્લાના એસ.પી.આવતા ની સાથે જ આખા જિલ્લામાં દારૂ બંદ થાય તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં કડક સૂચના આપતા બુટલેગરો છું-મંતર થયા હતા.રાધનપુર માં પી.આઈ. દેસાઈ હતા ત્યારે પણ બુટલેગરો માં તેમનો ડર હતો જેથી તેમના સમયમાં પણ બુટલેગરો ભૂગર્ભ માં ઉતરી ગયા હતા.પરંતુ પી.આઈ. મેડમ આવ્યા બાદ ફરી દેશી દારૂ ની છૂટ આપી હોય તેમ ખુલ્લેઆમ અડ્ડા ચાલુ થઈ ગયા છે. મેડમ ના વિસ્તારમાં હપ્પતા સિસ્ટમ થી સાતુંન રોડ પર પોલીસ નો ખોફ ના હોય તે રીતે પોતાના ઘરે જ દેશી દારૂ ઉકાળતો નજરે પડે છે .

આમતો પાટણ જિલ્લાના એસ.પી. આવ્યા બાદ આખા જિલ્લામાં દારૂ બંદ કરવાની સૂચના આપતા જ દરેક જગ્યાએ દારૂની હાટડી ઓ આખા જિલ્લામાં બંદ થઈ ગઈ છે.રાધનપુર માં પી.આઈ. દેસાઈ હતા ત્યાં સુધી બુટલેગરો છું-મંતર થયા હતા.પરંતુ રાધનપુર તાલુકામાં ફરી પી.આઈ. તરીકે ચાવડા આવતાની સાથે જ બુટલેગરો ફલ્યા ફૂલ્યા હોય તેવો પુરાવો સામે આવ્યો છે. હાલે ખુલ્લેઆમ દેશી દારૂ ની ઉત્પાદન કરતો નજારો સામે આવતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.

રાધનપુર થી આશરે 1 કિલોમીટર ના એરીયા માં અને વળી રાધનપુર શાંતિધામ થી સાતુંન જવાના રોડ પર જ બુટલેગર પોતાનો દેશી દારૂ નો અડ્ડો ચલાવી લોકોને પાયમાલ કરી રહ્યો છે.

આ વીડિયો જોતાજ તમને રાધનપુર પોલીસ પર થી વિશ્વાસ ઉઠી જશે.પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. બુટલેગર પાસે રાધનપુર પોલીસ માંથી કોણ કોણ દેશી દારૂ ચલાવવા માટે હપ્તા લઈ જાય છે તે નામો પણ આપી રહ્યો છે.રાધનપુર માંથી તાખુભા નામનો પોલીસ કર્મી ,પાટણ એલ.સી.બી. સહિતના પોલીસ કર્મીઓ 500 ,1 હજાર અને બે હજાર રૂપિયા નો હપ્તો લઈ જતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા હપ્તા ખોર પોલીસ કર્મીઓ પર સવાલો ઉઠ્યા છે.બુટલેગર ના આ વીડિયો માં સ્પષ્ટ હપ્તા સિસ્ટમ થી દેશી દારૂ નો અડ્ડો ચાલુ હોવાનું સાબિત થાય છે.આ બાબતે નીડર એસ.પી.શ્રી ની જાણ બહાર હપ્તા ખોર પોલીસ કર્મીઓ થી પરમીશન મળી હોય તેવું સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું છે. જેથી તમામ હપ્તા લેતા જવાબદાર પોલીસ કર્મી ઓ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ થી સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.