પી.પી.જી. એકસપેરીમેન્ટલ હાઇસ્કુલની વિદ્યાર્થીની ની રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી 

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર તથા પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ યોજાઈ ગઈ જેમાં આરોગ્ય અને સુખાકારી માટે જીવ સૃષ્ટિની સમજણ વિષયના કુલ પાંચ પેટા વિભાગોમાં 50 જેટલા લઘુ શોધ પ્રકલ્પો જિલ્લા કક્ષા એ રજૂ થયા. જેમાં બીજા વિભાગમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પાટણની પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની સોલંકી ક્રિષા પ્રકાશભાઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. જે હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે તથા પ્રજાપતી નિધિ મયુરભાઈ એ ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે.

 વિજેતા વિદ્યાર્થીનીઓ નું મહેમાનોના હસ્તે ટ્રોફી 🏆 તથા પ્રમાણપત્ર થકી સન્માન કરવામાં આવેલ.

 વિજેતા વિદ્યાર્થીની ઓ અને સુંદર માર્ગદર્શક ની ભૂમિકા ભજવનાર 

 શ્રી લક્ષ્મીકાંત ટી. પટેલ ને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના 

 એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. જે.એચ. પંચોલી, શાળાના આચાર્યશ્રી ધનરાજભાઈ કે. ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવી રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.