સિહોર પોલીસ મથકમાં ફરજ નિભાવી તેમની ઉમદા અને નિષ્ઠાપૂર્વકની કામગીરીથી ભારે લોકચાહના મેળવનાર કર્મનિષ્ઠ અને બાહોશ પી.આઈ શ્રી કે.ડી.ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા આજરોજ સિહોર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા તેઓને પુષ્પહાર અને શાલ અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવ્યું હતું તેમજ તેમની કારકિર્દીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે સિહોર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, સિહોર નગરપાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, સિહોર કોંગ્રેસ મહામંત્રી અનિલભાઈ બારોટ,વિજયભાઈ આલ,ચેતનભાઈ ત્રિવેદી, પરેશભાઈ શુક્લ,દિનેશભાઇ પટેલ,સિહોર કોંગ્રેસ ઓબીસી ચેરમેન ધવલ યુવરાજ રાવ,યુથ કોંગ્રેસના પલાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.