હિન્દૂ મુસ્લિમ યુવાનો સાથે મળી માતાજીની આરતી ઉતારે છે
રાજાશાહી વખત ની પ્રાચીન પરંપરા સાથે આજે પણ નાની બાળાઓ ગરબે ઘૂમે છે
દેશભરમાં હાલ નવરાત્રીના પાવન અવસર ચાલી રહ્યો હોય ત્યારે હજુ પણ ગામડાઓમાં પ્રાચીન ગરબીઓ સાથે ગરબા રમવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે રાજાશાહી વખતથી અમરેલી જિલ્લાના વડિયા ખાતે ગાંધીચોકમાં પ્રાચીન ગરીબીમા કોમી એકતાનું ઉમદા ઉદાહરણ વડિયા વાસીઓએ દેશભરમાં ઉજાગર કર્યું છે આજના આધુનિક યુગમાં ડી.જે. અને પાર્ટી પ્લોટના ક્રેઝમાં પણ વડિયા ખાતે પ્રાચીન ગરબા રમવાની પરંપરા જળવાઈ રહી છે ત્યારે શહેરો માં ઉદભવેલી જ્ઞાતિ પૂરતી મર્યાદિત નવરાત્રી મહોત્સવોની જગ્યાએ વડીયામાં હજુ પણ હિન્દૂ મુસ્લિમ સજોડે મળીને પ્રાચીન ગરબીનુ આયોજન કરી.રાસ ગરબાની રમઝટ લેતા જોવા મળી રહ્યા છે ને વડીયાના મોટાભાગના વિસ્તારો માંથી ગાંધીચોકની ગરબી નો લ્હાવો લેવા દીકરીઓ રાસ રમવા અને લોકો નિહાળવા અચૂક આવે છે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.