સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક પ્રસંગનો મોટી સંખ્યામાં શિવભકતો એ લ્હાવો લઈ ધન્યતા અનુભવી..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પશુધન માં ફેલાયેલા લમ્પી વાયરસ નેસ્ત નાબુદ થાય અને જીવ માત્ર નાં કલ્યાણની સાથે સરસ્વતી નદી બારેમાસ હિલોળા લે તેવી પ્રાથૅના કરવામાં આવી..

પરમ પૂજ્ય ગુરુવર્ય બ્રહ્મલીન શ્રી સદારામ બાપા નાં શુભ આશિર્વાદ થી અને શ્રી અંબાજી માતા ની કૃપા થી સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નાં પ્રથમ સોમવારે શ્રી વટેશ્વર મહાદેવ મંદિર પરિસર દેથળી-

સિધ્ધપુર ખાતે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

યજ્ઞ નાં પ્રારંભ પૂર્વે ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને તેમના પરિવારજનો દ્વારા શ્રી વટેશ્વર મહાદેવ ની પુજા,અચૅના અને અભિષેક સાથે આરતી કરવામાં આવી હતી.

હોમાત્મક લધુરૂદ્ર યજ્ઞ ની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ અનિલભાઈ પંડ્યા, રમેશભાઈ પંડ્યા અને રૂદ્રેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી વટેશ્વ મહાદેવ મંદિર પરિસર ખાતે સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર પરિવાર દ્વારા આયોજિત હોમાત્મક લધુરૂદ્ર યજ્ઞ નાં દશૅન-પ્રસાદ માટે મોટી સંખ્યામાં શિવભક્તો એ ઉપસ્થિત રહી સમગ્ર વિશ્વના કલ્યાણ સાથે પશુધન માં ફેલાયેલા લમ્પી વાયરસ નેસ્ત નાબુદ થાય પવિત્ર પશુધન સાથે તમામ જીવો નિરોગી બને તેમજ સરસ્વતી નદી બારેમાસ હિલોળા લે તેવી કામના વ્યક્ત કરી હતી.