રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં ભાવનગર જિલ્લાના સંયોજક તરીકે બોરડીના પ્રતાપસિંહ મોરીની નિમણુંક થઈ છે પ્રતાપસિંહ મોરી અને મોરી પરિવારનું ગ્રામ્ય વિસ્તારોમાં સારું પ્રભુત્વ છે વર્ષોથી પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે પ્રતાપસિંહ તાલુકા જિલ્લા પંચાયત પણ લડી ચુક્યા છે ત્યારે RGPRS ના રાષ્ટ્રીય ચેરપર્સન કુમારી મીનાક્ષી નટરાજનના આદેશથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરની સુચનાથી ભાવનગર જિલ્લાના સંયોજક તરીકે પ્રતાપસિંહને મુકવામાં આવ્યા છે જેમણે રાષ્ટીય કોંગ્રેસના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરતા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે સંકલન કરી ને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના નીર્માણ અને વિસ્તાર માટે વિવિધ કાર્યો આગામી સમયમાં હાથ ધરશે