ઊંઝા : બ્રાહ્મણવાડા નજીક એકી સાથે ચાર વાહનોની અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રક, વેગેનાર ગાડી, આઈશર, અલ્ટો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત અને છ લોકોને ગંભીર ઇજાઓ થઈ છે.

ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ધારપુર સિવિલ હોસ્પિટલ અને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં તાત્કાલિક પોલીસે આવી કાયદેસરની તપાસ હાથ ધરી છે.