રાજુલા તાલુકાના ભેરાઇ ગામની રે.સ.નં. ૬૦૩ / પૈકી ૧૯ પૈકી જમીનમાં દબાણ કરવા બાબતે યુવા કોળી સમાજનાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા કે મહેસૂલ વિભાગ ગાંધીનગર અને કલેકટર અમરેલીને રજૂઆત કરી હતી. આ રજૂઆત અન્વયે નાયબ કલેકટર અને સબ ડિવિજન મેજી. કચેરી, પ્રાંત કચેરી રાજુલા દ્વારા તા.૨૮/૦૧ /૨૨ ના રોજ મામલતદાર રાજુલાને જરૂરી તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવેલ તારીખ ૩૧/૩/૨૨ ના રોજ કલેક્ટર અને જિલ્લા મેજસ્ટ્રેટે કચેરી, જમીન શાખા અમરેલી દ્વારા મામલતદાર રાજુલાને રજૂઆત પરત્વે યોગ્ય તપાસ કરી આ અંગેનો મામલતદારશ્રી નો હક્કીકત લક્ષી અહેવાલ સ્પષ્ટ અભિપ્રાય સહ નાયબ કલેકટર રાજુલા મારફત મોકલવા જણાવેલ. અને રેવન્યુ તલાટીએ અહેવાલમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીન કલેકટરશ્રીએ એલ.સી.એલ.( ઇન્ડિયા ) પ્રાઇવેટ લિમિટેડ મુંબઈને સને ૨૦૦૯ માં કન્ટેનર યાર્ડનાં ગોડાઉન બનાવવા માટે જમીન ફાળવવામાં આવેલ છે. જે હુકમની વિગતે શરત નંબર ૯ મુજબ હુકમની તારીખ થી છ માસમાં બાંધકામ શરૂ કરી બે વર્ષમાં પૂર્ણ કરવા અધોગિક હેતુ માટે ઉપયોગ કરવાનો રહેશે તેવી શરત છે. પરંતુ કંપની દ્વારા જમીન ફાળવણીના ૧૩ વર્ષ ઉપરાંત નો સમય પસાર થયેલો હોવા છતાં આજદિન સુધી જમીનનો કોઈ ઉપયોગ કરવામાં આવેલ નથી. અને જમીન હાલમાં સ્થળે ખુલ્લી પડતર બાંધકામ કે ખોદકામ વગરની જોવા મળે છે. તેમજ જમીન પર ગાંડા બાવળ અને ઘાસ ઉગેલા જોવા મળે છે તે મતલબનું સ્થળ સ્થિતિ અંગેનું પંચ રોજકામ કરવામાં આવેલ હતું. આમ તમામ વિગતો તપાસતા કલેક્ટર અમરેલીનાં હુકમની શરત ૯ નો ભંગ થયાનું સાબિત થાય છે. જેથી કંપનીને ફાળવેલ જમીનમાં શરતભંગની કાર્યવહી કરવા માટે મામલતદાર રાજુલાએ અભિપ્રાય આપ્યો છે. આગામી દિવસોમાં કલેકટર દ્વારા સરકાર દાખલ કરવામાં આવે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે.

ઉલ્લેખનીય છે કે, રાજુલા જાફરાબાદમાં અનેક ઔદ્યોગિક એકમો સરકારશ્રીએ ફાળવેલ સરકારી જમીનો આવેલ છે. એમાં ધણાં ઉધોગોએ સરકારી જમીનોમાં શરતભંગ તથા ગૌચર ની જમીનો પર કબજો કરેલ છે. તેમ છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ રસિક ચાવડ (પ્રદેશ પ્રમુખ યુવા કોળી સમાજ) એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા પરિણામ લક્ષી કામગીરી થઈ છે. તો સરકારશ્રી દ્વારા રાજુલા જાફરાબાદમાં કંપનીઓને ફાળવવામાં આવેલ તમામ સરકારી જમીનોનું યોગ્ય સ્થળ તપાસ કરવામાં આવે અને પંચ રોજકામ કરવામાં આવે તો સરકારની ઘણી જમીનો મુક્ત થઈ શકે તેમ છે રસિક ચાવડા એ જાણવું હતું........

રીપોર્ટર: ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી