ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “એક કન્ટેનર રજી. નં.DL-1-MB-0476 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં અસલાલી ગામ, વેરાઇ એસ્ટેટની પાસે ખુલ્લી જગ્યામાં ઉભેલ છે.” તે માહિતી આધારે તા.૨૮/૦૯/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કુલ કિં.રૂ.૩,૭૬,૮૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૧૩,૯૧,૬૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૫ આરોપીઓ તથા વોન્ટેડ ૦૫ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ જિલ્લાના અસલાલી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Call_14405 #SMC_Raid #tollfree #Ahmedabad