આજે લોકહિતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાવનગર ખાતે પધાર્યા છે. ત્યારે મહિલા કોલેજ સર્કલ થી રૂપાણી સર્કલસુધી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ શોમાં ભાવનગર વાસીઓ પ્રધાનમંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. કારમાં સવારથી પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો ભાવનગરવાસીઓ એકત્રિત થયાં હતાં. વડાપ્રધાનનો કાફલો પસાર થતાં લોકોએ તિરંગા લહેરાવી, 'ભારત માતા કી જય', 'વંદે માતરમ' સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનએ હાથ હલાવી ભાવનગર વાસીઓએ વ્યક્ત કરેલો આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. આ રોડ-શોમાં મહિલા કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ સોંગ પર કથક ડાન્સ પ્રસ્તૃત કરવામાં આવ્યો હતો. જે નિહાળી લોકો મંત્રમુગ્ધ થયાં હતાં.ત્યારબાદ યશવંતરાય નાટ્યગૃહ પાછળનાં ગેટ ખાતે ભુંગળ, કાંસી, દોકળ સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ સાથે ભવાઇ રજૂ કરવામાં આવી હતી. જેને દર્શકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઘોઘા સર્કલ અખાડા પાસે તરણેતરનો રાસ તેમજ ઘોઘા સર્કલ મશહૂર જ્યુસ સેન્ટર સામે પિરામિડ સાથે રાઠવા નૃત્ય, ઘોઘા સર્કલ પાસે વંદે માતરમ ગીત પર કલાપથ સંસ્થા અને નિપાબેન ઠક્કર નૃત્ય ગ્રુપ દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, ઘોઘા સર્કલ મીઠાવાળાનાં બંગલા પાસે પઢાર નૃત્ય મંજીરાં અને કાશીજોડા સાથે રજૂ કરવામાં આવ્યા હતાં. રૂપાણી સર્કલ ખાતે માંડવડી ગરબા, રાસ તેમજ ઢોલનાં તાલે ચિત્તાની પ્રતિકૃતિમાં ડાન્સ અને પપેટ શો યોજાયો હતો. જે દર્શકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.વિવિધ પોઇન્ટ પર વડાપ્રધાનનું ભાવનગરના અગ્રણીઓ, સંસ્થાઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોના પ્રેમનો એ જ ઉત્સાહથી પ્રેમસભર પ્રતિસાદ આપતાં વડાપ્રધાનશ્રીએ સમગ્ર રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ-શોના સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર રૂટ પર ઉપસ્થિત જનમેદનીએ વડાપ્રધાનશ્રીના માનમાં પુષ્પવર્ષા કરીને દેશના હિત અને વિકાસમાં હંમેશા કાર્યરત રહેવા માટે શુભેચ્છાઓ વ્યકત કરી હતી. આ ભવ્ય રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અભિવાદનના દ્રશ્યો ભાવનગરઓના સ્મૃતિપટલ પર કાયમ માટે અંકિત થઈ થયાં ગયાં હતાં. રોડ શો દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રૂટ પર સલામતી અને લોકોની સગવડતા માટે સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra CM Candidate: देवेंद्र फडणवीस के नाम पर अजित पवार की हामी, एकनाथ शिंदे का पत्ता कट?
Maharashtra CM Candidate: देवेंद्र फडणवीस के नाम पर अजित पवार की हामी, एकनाथ शिंदे का पत्ता कट?
The Night Manager, starring Aditya Roy Kapur, will return for a second season; find out when it will be released. - Newzdaddy
Release of The Night Manager, Part 2: With its gripping plot and excellent casting, The Night...
বিধায়ক কৰিম উদ্দিন বৰভূঞাৰ বিস্ফোৰণ অজিৎ ভূঞাই আমাৰ ভোটৰে সাংসদ হৈছে #PoliticalNews #AIUDF
বিধায়ক কৰিম উদ্দিন বৰভূঞাৰ বিস্ফোৰণ অজিৎ ভূঞাই আমাৰ ভোটৰে সাংসদ হৈছে #PoliticalNews #AIUDF
गणेश विसर्जन मिरवणुकीत खासदार डॉ.अमोल कोल्हे यांनी ढोल वाजवत घेतला आनंद
गणेश विसर्जन मिरवणुकीत खासदार डॉ.अमोल कोल्हे यांनी ढोल वाजवत घेतला आनंद
মুখ্যমন্ত্ৰী, প্ৰধানমন্ত্ৰীয়ে শ্বেয়াৰ কৰা এটা দৃষ্টিনন্দন ভাইৰেল ভিডিঅ’
কৰিমগঞ্জৰ এটা দৃষ্টিনন্দন ত্ৰিৰংগা যাত্ৰাৰ ভাইৰেল ভিডিঅ’যিটো ভিডিঅ’ অসমৰ...