રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા ૧૭/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન ડાંગર માટે ૯૮, મકાઇ માટે ૬૭ અને બાજરી માટે ૮૯ જેટલા ગુ.રા ના પુ.નિ.લી.ના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે ૩.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે ૨૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂા.૧૯૬૨/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂા.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્રારા તા.૦૧/૧૦/૨૦૨૨ થી શરૂ થશે. જે તા. ૩૧/૧૦/૨૦૨૨ સુધી ચાલુ રહેશે જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અ ની નકલ. નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ( IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસૂફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે, જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.રજીસ્ટ્રેશન તેમજ ખરીદકેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ કેતે ભોગવવાનો રહેતો નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सन्तक सेना छावनी के द्वारा मेगा स्वच्छता अभियान का आयोजन
सन्तक सेना छावनी के द्वारा मेगा स्वच्छता अभियान का आयोजन
चराइदेव जिले में उपायुक्त की अध्यक्षता में आयोजित जिला सड़क सुरक्षा समिति की बैठक
सोनारी, 9 जून : जिला सड़क सुरक्षा समिति की बैठक आज चराईदेव जिलाउपायुक्त निवेदन...
જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ મોરને સારવાર અપાઈ...
જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ મોરને સારવાર અપાઈ...