ભાલપંથકની દહેડા પ્રા.શાળામાં ડાયટના પ્રાધ્યાપકો સહિત ૧૦૦થી વધુ શિક્ષકોએ એક્સપોઝર વિઝીટ કરી ઇકો ક્લબ અને પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત વૈવિધ્યસભર પ્રવૃત્તિઓને નિહાળી નિરીક્ષણ કરી માર્ગદર્શન મેળવ્યું હતું.જેમાં આણંદ જિલ્લાના તમામ તાલુકાની પ્રાથમિક શાળામાંથી પધારેલ શિક્ષકો અને ડાયટના પ્રાધ્યાપકોએ કમ્પોસ્ટ ખાતર, કુંડા બનાવવા, બગીચાનું નિર્માણ,જાળવણી, ઔષધિય બાગ સહિતની અનેક શાળકીય પ્રવૃત્તિઓ વિષયક માહિતીનું નિદર્શન દહેડા પ્રા.શાળાના આચાર્ય હિતેશભાઈ પરમારે પ્રોજેક્ટરના માધ્યમથી કર્યું હતું.

(સલમાન પઠાણ-ખંભાત)