ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દૂર કરવા પ્રોહી જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું . આજરોજ તા .૨૮ / ૦૯ / ૨૦૨૨ ના શરૂ રાત્રિના અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , એક ગ્રે કલરની સ્વિફ્ટ ફોરવ્હિલ ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમરેલી , પ્રતાપ પરા રોડ તરફથી ચીતલ ગામ તરફ જવાની છે અને આ હકિકત વાળી ફોરવ્હિલ ગાડી રીકડીયા ગામથી પસાર થવાની છે , તેવી ચોક્કસ બાતમી બોટલો , મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ , પકડાયેલ પ્રોહી . બુટલેગર ઇસમ તથા મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે પકડાયેલ આરોપીઃ જગુભાઈ વાલાભાઇ વાળા ઉ.વ .૩૯ , રહે.લાલાવદર , તા.જિ.અમરેલી → પકડવાનો બાકી આરોપી ગણેશ મારવાડી રહે.અમદાવાદ પકડાયેલ મુદ્દામાલઃ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની અલગ - અલગ બ્રાન્ડની , ૭૫૦ મીલીની બોટલ નંગ -૧૩૨ , કિં.રૂ.૫,૮૬૮૪ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં.રૂ .૫૦૦ / - તથા સ્વિફટ ફોરવ્હિલ કાર રજી.નં- GJ03--0325 કિં.રૂ .૩,૦૦,૦૦૦ / - મળી કુલ કિં.રૂ .૩,૩૬,૩૬૮ / - નો મુદ્દામાલ .પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પ્રોહી બુટલેગર જગુભાઈ વાલાભાઇ વાળા વિરૂધ્ધમાં ખુન , મારામારી તથા ગુજરાત પ્રોહિબીશન અધિનિયમના ભંગ સહીત નીચે મુજબના ગુન્હાઓ રજી . થયેલ છે . ( ૧ ) અમરેલી સીટી પો.સ્ટે . ફ . ગુ.ર.નં. ૨૮૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૪ મુજબ ( ર ) અમરેલી સીટી પો.સ્ટે . પ્રોહી , ગુ.ર.નં. ૧૪૮/૧૫ પ્રોહિ , કલમ ૬૬ બી , ૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧ મુજબ , ( 3 ) અમરેલી સીટી પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં , ૪૩૧/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬ બી , ૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧ મુજબ , ( ૪ ) અમરેલી તાલુકા ક . ગુ.ર.નં. ૪૯/૧૫ ઇ.પી.કો. કલમ ૩૦૨ , ૧૪૭ ૧૪૮ , ૧૪૯ , ૧૨૦ બી , ૩૪ મુજબ ( ૫ ) અમરેલી તાલુકા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં. ૧૭૯/૨૦૧૫ , પ્રોહી . કલમ ૬૬ બી , ૬૫ એઇ , મુજબ ( ૬ ) ખાંભા પો.સ્ટે પ્રોહી , ગુ.ર.નં. ૧૭૮/૨૦૧૫ , પ્રોહી , કલમ ૬૬ બી , ૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧ , ૯૮ , ૯૯ મુજબ , ( ૭ ) લીલીયા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં , ૭૬ / ૨૦૧૬ , ૬૬ બી , ૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧ મુજબ , ( ૮ ) ભેંસાણ પો.સ્ટે , જિ . જુનાગઢ પ્રોહી , ગુ , ર.નં , ૩૭/૨૦૧૭ , પ્રોહી . કલમ ૬૬ બી , ૬૫ ઇ , ૧૧૬ બી મુજબ ( ૯ ) ખાંભા પો.સ્ટે . સેકન્ડ ગુ.ર.નં. ૪૭/૨૦૧૮ , એમ.વી.એકટ કલમ ૧૮૫ મુજબ ( ૧૦ ) જાફરાબાદ મરીન પો.સ્ટે . પ્રોહી.ગુ.ર.નં .૪૯ / ૨૦૧૭ પ્રોહી . કલમ ૬૫ એઇ ૧૧૬ બી , ૮૧,૯૮,૯૯ મુજબ . ( ૧૧ ) ખુંટવડા પો.સ્ટે . જિ.ભાવનગર પ્રોહી . ગુર , ન , પ ૨ / ૨૦૧૮ , પ્રોહી . કલમ ૬૬ બી , ૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ . ( ૧૨ ) અમરેલી તાલુકા પો.સ્ટે . ફ.ગુ , ર.નં ૪૦ / ૨૦૧૮ , ઇ.પી.કો . કલમ ૩૨૩,૩૨૪,૩૯૪,૫૦૪,૧૧૪ વિ મુજબ , ( ૧૩ ) લાઠી પો.સ્ટે . ફ . ગુ.ર.ન ૩૩/૨૦૧૯ , ઇ.પી.કો. કલમ ૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ( ૧૪ ) અમરેલી તાલુકા પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૩૩ / ૨૦૧૯ , ઇ.પી.કો. કલમ ૩૮૪ મુજબ , ( ૧૫ ) બાબરા પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં. ૨૭૬/૨૦૧૯ , પ્રોહી . કલમ ૬૫ એઇ ૧૧૬ બી ૮૧ ૯૮ ( ૨ ) મુજબ , ( ૧૬ ) અમરેલી તાલુકા પો સ્ટે પ્રોહી ગુ.ર નં ૨૭૬/૨૦૧૯ , પ્રોહી . કલમ ૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ . ( ૧૭ ) અમરેલી તાલુકા પો.સ્ટે સી . પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૧૦૪૬/૨૦૨૦ પોહી . કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ બી , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબ ( ૧૮ ) લીલીયા પો.સ્ટે .સી પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૫૨૨૦૩૯૯ / ૨૦૨૨ પ્રોહી . કલમ ૬૫ ) એ ) ( છા , ૮૧ , ૧૧૬ ) બી ,, ૯૮૦૨ ( મુજબ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.