પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પાસે આવેલા શ્રી કાનજી દેવજી ચમના રામ મંદિરમાં નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી


ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતા નિશુલ્ક યોગા ક્લાસમાં YC 194(10)06 ટીમ શ્રી રામ યોગા ક્લાસીસ યોગ કોચ હાર્દિક તન્ના તથા દીપ સોનીગ્રા તેમજ યોગ ટ્રેનર નીતા ભરાડા દ્વારા યોગ ક્લાસમાં નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરબા હીંચ તેમજ માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.