ખેડા જિલ્લાના મહુધા શહેરમાં રહેતા જીયાવોદીન કાજી દ્વારા તેમનાં દિકરાની જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. હાલમાં કેટલાક લોકો જન્મ દિવસ પર કેક કાપી અને સગા વ્હાલાં ઓને તથા મહેમાનો ને જમણવાર કરાવી ધામધૂમથી જન્મ દિવસની ઉજવણી કરતાં હોય છે અને પૈસા બગાડ કરતા હોય છે.

પરંતુ જોવા જોઈએ તો આનો સદઉપયોગ કરનારા બહુ ઓછા જોવા મળે છે. હાલ મહુધા નગરમાં રહેતા જીયાવોદીન કાજી દ્વારા તેમનાં પુત્ર ઝૈદ રઝા કાજી નાં જન્મ દિવસની ઉજવણી પર જરૂરીયાતમંદ લોકોને તેલનાં પાઉચ,દાળ અને ચોખા ની કીટ આપીને જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી .અને અન્ય લોકો પણ આ પ્રવુતિ તરફ પ્રેરાય તેવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

તેમના દ્વારા અનાજ ની ૭૮૦ જેટલી કીટ ૭૮૦ બનાવી જરૂરિયાતમંદ ને વિતરણ કરાઈ હતી.