સુપ્રીમ કોર્ટ માટે મંગળવારનો દિવસ ઐતિહાસિક છે, કારણ કે આજથી લોકો બંધારણીય બેચની સુનાવણી લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. એની શરૂઆત ઉદ્ધવ VS શિંદેના કેસથી થઈ. આ દરમિયાન ઉદ્ધવ જૂથ તરફથી સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે દલીલ કરી. તેમણે કહ્યું- 'આ બધું 29 જુલાઈના કોર્ટના આદેશને કારણે થયું છે. જ્યારે ગેરલાયકાતનો મામલો પેન્ડિંગ છે, ત્યારે ચૂંટણીપંચ કેવી રીતે પ્રતીક પર નિર્ણય લઈ શકે. બીજી તરફ બેચે કહ્યું હતું કે અમે આ મામલાને જલદી ઉકેલવા માગીએ છીએ.

SCએ બંધારણીય બેચ સમક્ષ કેસોની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. આ કેસોમાં EWS આરક્ષણ, મહારાષ્ટ્ર શિવસેના વિવાદ, દિલ્હી-કેન્દ્ર વિવાદનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો નિર્ણય લીધો હતો.