ગોતરકા ગામે તલાટી ઉપર થયેલ હુમલા મામલે તલાટી મંડળ દ્વારા અસામાજિક તત્વો વિરોધ આવેદનપત્ર આપ્યું

પાટણ જિલ્લાના રાધનપુરના ગોતરકા ગામ ખાતે પંચાયતમાં ફરજ બજાવતા તલાટી ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાતા તલાટી મંડળ દ્વારા મામલાદાર અને નાયબ કલેકટર કચેરી ખાતે આ સમાજિક તત્વ વિરોધ આવેદનપત્ર આપ્યું છે 

ગોતરકા ગામ ખાતે પંચાયતમાં ફરજ બજાવતા સીબી ભરવાડ ઉપર આજે અસામાજિક તત્વો દ્વારા પંચાયતમાં આવી અને હુમલો કરાતા આજે રાધનપુર તાલુકાના તમામ તલાટી મંડળ દ્વારા થયેલા હુમલાના વિરોધમાં આજે તલાટી મંડળ રાધનપુર મામલતદાર કચેરી અને નાયબ કચેરી ખાતે પહોંચ્યા હતા અને જયા સીબી ભરવાડ ઉપર થયેલા હુમલા ની વિગત મામલતદાર અને નાયબ કલેકટરને જણાવી હતી

 અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તલાટી મંડળે માંગ કરી હતી 

 જોકે આ હુમલા અંગે તલાટીએ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી પણ આપી છે તેવું તલાટી મંડળી જણાવ્યું હતું