પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રી
દેવા માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ
જિલ્લાના યુવાનોને રોજગારી નિમણૂક પત્ર અને
એપ્રેન્ટીસશીપ નિમણૂક પ્રમાણપત્ર વિતરણનો
કાર્યક્રમ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે
યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 1 હજાર
યુવાનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા
હતા. ઉદ્યોગોને અનુરૂપ જગ્યાઓ માટે ઔદ્યોગિક
ભરતી મેળા
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, જરૂરિયાત
મુજબ કુશળ માનવબળ મેળવવા માટે ઉદ્યોગોને
અનુરૂપ જગ્યાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનો
નવતર અભિગમ સૌપ્રથમ ગુજરાત રાજ્યએ
અમલમાં મૂક્યો છે. રોજગાર કચેરીઓ વડે
રાજ્યના રોજગાર મેળવવા માંગતા ઉમેદવારોને
રોજગારી મળી રહે તે માટે નોકરીદાતાઓ અને
ઉમેદવારોને એક મંચ પર ભેગા કરીને નોકરી
દાતાઓને માનવબળ તથા ઉમેદવારોને રોજગારી
પૂરી પાડવાનું ભગીરથ કામ અમારી ડબલ
એન્જિનની સરકાર કરી રહી છે. જિલ્લાના 6 હજાર 356 ઉમેદવારો તથા 694
નોકરીદાતા નોંધાયા
વધુમાં જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લા રોજગાર
કચેરી અને આઇટીઆઇ મારફતે રોજગારી
મેળવવા અને નોકરીમાં જોડાતા પહેલાની
તાલીમ માટેની તકો પૂરી પાડી ઉત્તમ કામગીરી
કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં 26
ભરતી મેળા યોજી નોકરીમાં જોડાતા પહેલાની
જરૂરી તાલીમ મેળવવા માટે ઉમેદવારોની
પસંદગી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની
રોજગાર કચેરી મારફતે ગત પાંચ વર્ષમાં
અનેક યુવાનોને રોજગારી આપવામાં આવેલી
છે. તેમજ અનુબંધમ વેબ પોર્ટલમાં જૂનાગઢ
જિલ્લાના 6 હજાર 356 ઉમેદવારો તથા 694
નોકરીદાતા નોંધાયેલા છે. જૂનાગઢ જિલ્લાની
દરેક આઈટીઆઈમાં માળખાગત સુવિધાઓ
વિકસાવવામાં આવી છે. તથા ઉદ્યોગોને અનુરૂપ
આધુનિક સાધનોથી સજ્જ બનાવેલી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા
અનુરોધ કર્યો
આ પ્રસંગે જૂનાગઢના મનપા મેયર ગીતા પરમારે
જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર
યુવાનોને રોજગારી મળી રહે, બહેનો પણ
આત્મનિર્ભર બને એ માટે કટિબદ્ધ છે. ડેપ્યુટી
મેયર ગીરીશ કોટેચા એ જણાવ્યું હતું કે, સરકાર
દ્વારા યુવાનોને રોજગારી માટે તેમજ સ્કિલ
ડેવલોપમેન્ટ માટે અનેક વિવિધ યોજનાઓ,
કાર્યક્રમો કાર્યરત છે. જેનો લાભ લેવા અનુરોધ
કર્યો હતો. યુવાનોને સ્કિલ પર ફોકસ કરવા જણાવ્યું
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તન્નાએ
યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે,
યુવાનો શિક્ષણની સાથે સ્કિલ ડેવલોપમેન્ટ કરી
હશે તો આજીવિકા સરળતાથી મેળવી શકશે
અને અભ્યાસ બાદ રોજગારી મેળવવા માટે
નકારાત્મક લાગણી નહીં રહે. સરકારે વર્ષો
પહેલા હાલની જરૂરિયાતને ઓળખી સ્કિલ
ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. ત્યારે તેમને
યુવાનોને સ્કિલ પર ફોકસ કરવા જણાવ્યું હતું.
સ્વાગત પ્રવચન કાર્યપાલક ઇજનેર અલ્પેશ
ચાવડા, આભાર વિધિ પ્રિન્સિપલ આર.પી.
ભટ્ટીએ અને કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે
કર્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર પલ્લવી ઠાકર,
વત્સલા દવે, પ્રિન્સિપાલ વી.જે. મારુ સહિતના
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ