ખેલૈયાઓએ ટ્રેડિશનલ કપડાં સાથે ટ્રેડિશનલ ટેટૂ કરાવવાના શરૂ કર્યા છે. નવરાત્રિમાં પણ ટેમ્પરરી ટેટૂ કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે માત્ર 9 દિવસ માટે જ ખેલૈયાઓ 500થી લઈને 15000 સુધીના ટેટૂ કરાવ્યા છે. કપલો દ્વારા ટેમ્પરરી ટેટૂ કરવામાં આવ્યા છે, જે 10માં દિવસે આપમેળે ગાયબ થઈ જશે.

નવરાત્રિ માટે ટેટૂ કરાવવાના હોવાથી સૌથી વધુ ટ્રેડિશનલ ટેટૂની લોકોની ડિમાન્ડ હતી.આ ઉપરાંત કપલની કપલ ટેટૂની ડિમાન્ડ હતી. ગ્રુપ ગરબા રમવા જવાનું હોય તે ગ્રુપમાં તમામને એક જ જેવા ટેટૂ કરવાની ડિમાન્ડ આવી રહી છે. મોટા ભાગના ખેલૈયાઓએ ટેમ્પરરી ટેટૂ જ કરાવ્યા છે. 500 રૂપિયાથી લઈને 15000 રૂપિયા સુધીના લોકોએ ટેટૂ કરાવ્યા છે. આ ઉપરાંત લોકો પોતાની ડિમાન્ડ પ્રમાણે ડિઝાઇન લઈને આવે તો તેમને તે પ્રમાણે પણ ટેટૂ બનાવી આપવામાં આવે છે. માત્ર પોશાક જ નહીં પરંતુ 9 દિવસના ટેટૂ માટે પણ લોકોએ હજારો રૂપિયા ખર્ચો કર્યો છે.

2 વર્ષ કોરોનાને કારણે નવરાત્રિ ઉજવાઇ નહોતી પરંતું હવે જ્યારે પરવાનગી મળી છે તો લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ટેટૂ કરાવવા આવી રહ્યા છે.15000 રૂપિયા સુધીના લોકોએ ટેટૂ કરાવ્યા છે.આ ટેટૂ 10 દિવસ સુધી રહે છે જે બાદ જાતે જ જતા રશે છે અને તેની કોઈ આડઅસર પણ થતી નથી. હજુ લોકોની ઇન્કવાયરી અને ડિમાન્ડ ખૂબ આવી રહી છે.