વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ર૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાન આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.આ તૈયારીઓના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો શરૂ થઈ છે ટાણા જિલ્લા પંચાયત સીટ બુઢણા હુંઢસર ટાણા ૧ અનેર તાલુકા પંચાયત સીટમાં ભાજપના કાર્યકરોની બેઠકો શરૂ થઈ છે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ બેઠકો લઈ રહ્યા છે વિક્રમભાઈએ કહ્યાં હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને સ્વાગતઆવકાર માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ આપેલો છે અને સમગ્ર ભાવનગર જિલ્લો તે માટે આતુર છે.લોકોમાં પણ તેમને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ અને ઉમંગ વ્યાપેલો છે વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે. વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદભે ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યકર્તાઓ સાથે વિક્રમભાઈ નકુમ બેઠકો લઇ રહા છે : વડાપ્રધાનશ્રી સ્વાગતઆવકાર માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ છે . . . . . . . . . . . . .