ગોધરા L.C.B.એ ભેજાબાજ અકિલની ધરપકડ કરીને સરકારી કચેરીઓના સિક્કાઓ અને અનઅધિકૃત દસ્તાવેજો કબ્જે કર્યા.

◆ ગુજરાતમાં કાર્યરત "ગેરી" કચેરીઓના નામના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો પહોંચાડવાના ચોંકાવનારા ષડયંત્રમાં.....

◆ ગોધરા એલ.સી.બી.એ ભેજાબાજ અકિલની ધરપકડ કરીને સરકારી કચેરીઓના સિક્કાઓ અને અનઅધિકૃત દસ્તાવેજો કબ્જે કર્યા.!!

◆ અકિલની ધરપકડની ખબરોથી ભલભલી બાંધકામ કચેરીઓમાં સન્નાટાનો ફફડાટ શરૂ.....    ગુજરાત ભરમાં બાંધકામ વિભાગના તાબા હેઠળના રસ્તાઓમાં "ગેરી"ના બોગસ ટેસ્ટીંગ રીપોર્ટો ઈજારદાર એજન્સીઓ અને મળતીયા ચહેરાઓને આપવાના લાખ્ખો રૂપિયાના કાંડમાં ભેજાબાજ માસ્ટર માઈન્ડ ગોધરાના અકિલ અડાદરાવાલા સામે આખરે ગોધરા સ્થિત ગેરી કચેરીના મદદનીશ સંશોધન અધિકારી દિનેશકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં અકિલ અડાદરાવાલા સામે ઈ.પી.કો. ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૩ અને ૪૭૪ મુજબનો ગુન્હો દાખલ કરીને ગોધરા એલ.સી.બી. પી.આઈ.જે.એન.પરમારે અકિલની દુકાન માંથી ઝડપાયેલા સરકારી કચેરીઓના સિક્કાઓ, લેટરપેડો અને ડુપ્લીકેટ તૈયાર કરાયેલા ટેસ્ટીંગ રીપોર્ટો વિ. સમેત લેપટોપ અને પ્રિન્ટર કબ્જે કરીને આ રાજ્ય વ્યાપી ચોંકાવનારા કાંડ સામે તપાસો હાથ ધરતા અકિલ એન્ડ કંપનીના ભલભલા સિન્ડિકેટ ચહેરાઓ પોતાના મોબાઈલ ફોનો સ્વીચ ઓફ કરીને "અંડર ગ્રાઉન્ડ" થઈ ગયા હોવાની ખબરો છે.!! જો કે અકિલના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો બાંધકામ કચેરીઓમાં ચુપચાપ આપીને બીલોના નાણાં ફટાફટ આપી દેવાના આ ચોંકાવનારા પ્રકરણો સામેની પોલીસ તપાસો શરૂ થઈ ચૂકી હોવાની જાણકારીઓથી સરકારી કચેરીઓમાં પણ અકિલના કરતૂકોથી આફ્ટર શોક અનુભવે એવો માહૌલ સર્જાયો છે.!!

ગોધરા એલ.સી.બી.શાખાના પી.આઈ. જે.એન.પરમાર દ્વારા ગુપ્ત બાતમીના આધારે સાથરીયા બજારમાં એક ગલીમાં આવેલ અકિલ ઓનભાઈ અડાદરાવાલાની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ગુજરાતમાં કાર્યરત રિસર્ચ ઓફિસર મટેરીયલ ટેસ્ટીંગ ડીવીઝન (ગેરી)ની ૩૧ સરકારી કચેરીઓના અધિકારીઓ ના તૈયાર કરાયેલા સિક્કાઓ, લેટર પેડો, દસ્તાવેજી કાગળો તેમજ ગુજરાત એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિ. લખાણો ના કાગળો સમેત બે લેપટોપ અને પ્રિન્ટરને કબ્જે કર્યા હતા. એમાં ગોધરા સ્થિત પાનમ કોલોની પાસે આવેલ "ગેરી" કચેરીના નામે તૈયાર કરવામાં આવેલા ૩૩ ટેસ્ટીંગ રીપોર્ટ સંદર્ભમાં હાથ ધરવામાં આવેલ તપાસોમાં "ગેરી" કચેરી દ્વારા જે તે તારીખો અને આવક જાવક નંબરો ના આવા ટેસ્ટીંગ રીપોર્ટો જે તે ઈજારદારો અગર તો માણસોને આપવામાં આવ્યા જ નથી ના ચોંકાવનારા જવાબ સાથે અંતે ગેરી કચેરીના મદદનીશ સંશોધન અધિકારી સચિનકુમાર અગ્રવાલે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ આપતા ભેજાબાજ અકિલના કરતૂકો સામે ગોધરા એલ.સી.બી. પી.આઈ. જે.એન. પરમારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અકિલ સિન્ડિકેટ કંપનીના એ ચહેરાઓ અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હોવાની ચર્ચાઓ શરૂ.!!     

ગુજરાત રાજ્યના અંદાજે ૩૧ જિલ્લાઓમાં રસ્તાઓ, પુલો અને સરકારી ઈમારતોના બાંધકામોની ગુણવત્તાઓના "ગેરી" કચેરીઓના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો તૈયાર કરવાના ભેજાબાજ માસ્ટર માઈન્ડ આરોપી અકિલ અડાદરાવાલા ના પિતા આર એન્ડ બી કચેરીના નિવૃત કર્મચારી હોવાનું કહેવાય છે. જો કે અકિલ એન્ડ કંપનીના ગેરી કચેરીઓના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો તૈયાર કરીને ઈજારદારો સુધી પહોંચતા કરવાના આ સિન્ડિકેટમાં ગોધરાનો મિહિર, દાહોદના રાહુલ અને રાજકીય છત્રછાયાઓમાં હંમેશા ફરતા અભિષેક પણ સામેલ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. જો કે અકિલ સામે ફરીયાદ દાખલ થઈ હોવાની ખબરો સાથે જ આ સિન્ડિકેટ ચહેરાઓ અંડર ગ્રાઉન્ડમાં જઈને રાજકીય ભલામણો શોધવા માટે સક્રિય થઈ ગયા હોવાનું કહેવાય છે.!!